Friday, March 1, 2013

જુઓ : મૃત્યુ બાદ તમારી આત્મા સૌપ્રથમ અહીં પહોંચે છે


 સૌ એવું માને છે કે મર્યા બાદ આપણો આત્મા સારા કર્મો કર્યા હોય તો સ્વર્ગમાં અને ખરાબ કર્મો કર્યા હોય તો નર્કમાં જાય છે. પંરતુ આ એક એવું મંદિર છે જ્યાં મર્યા પછી બધાની આત્મા સૌપ્રથમ અહિં આવે છે. તે આસ્તિક હોય કે નાસ્તિક. હિમાચલપ્રદેશના ચમ્બા જિલ્લામાં ભરમોરમાં આવેલા આ મંદિરમાં અનોખી માન્યતા પ્રવર્તે છે.
અહીં એક એવું મંદિર છે જે બહારથી ઘર જેવું દેખાય છે. પરંતુ કોઈ તેની અંદર જવાની હિંમત નથી કરતું. મોટા ભાગના લોકો તેના બહારથી જ દર્શન કરે છે. આનું એકમાત્ર કારણ છે આ મંદિરમાં ધર્મરાજ એટલે કે યમરાજ બિરાજે છે. દુનિયામાં એકમાત્ર યમરાજનું મંદિર છે.
આ મંદિરમાં એક ખાલી રૂમ છે જે ચિત્રગુપ્તનો હોવાનું માનવામાં આવે છે. ચિત્રગુપ્ત યમરાજના સચિવ છે જે જીવોના કર્મોના લેખાંજોખાં કરે છે. એવી માન્યતા છે કે જ્યારે કોઈ પ્રાણીનું મોત થાય ત્યારે સૌપ્રથમ યમરાજ તેને ચિત્રગુપ્ત સામે રજૂ કરે છે. ચિત્રગુપ્ત જીવના કર્મોનો હિસાબ કાઢે છે. ત્યાર બાદ જીવને ચિત્રગુપ્તના સામેના રૂમમાં લાવવામાં આવે છે. જેને યમરાજની કચેરી માનવામાં આવે છે.
કહેવાય છે કે અહીં યમરાજ કર્મોના આધારે આત્માને તેમનો નિર્ણય જણાવે છે. આ મંદિરમાં સોના,રૂપા અન તાંબાના અદ્શ્ય દરવાજા છે. યમરાજના નિર્ણય બાદ જ યમદૂત આત્માને તેના કર્મો અનુસાર સ્વર્ગ કે નર્કમાં લઈ જાય છે.

Thursday, February 21, 2013

સિમ્પલ ભગવદ્ ગીતા


સાતમું ચરણ
આ શ્ર્લોક દીવડાના લોગો સાથે મૂકવામાં આવતો. ચોથા અધ્યાયનો ૩૮મો શ્ર્લોક આ મુજબ છે:
न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।

तत्स्वयं योगसंसिद्ध: कालेनात्ङ्गर्श्रिींेींशनि विन्दति ॥
સૌપ્રથમ સમાસ છૂટા પાડીને દરેક શબ્દનો અથર સમજીએ.

न= નથી

ह = કશું જ

ज्ञानेन सदृशम् = જ્ઞાન સમાન

पवित्रम् = પવિત્ર
रह = આ સંસારમાં

वद्यते = રહે છે

तत् = એને, એ જ્ઞાનને

स्वयम् = સ્વયં

योगसंसिद्ध = સંપન્ન યોગી

कालेन = કાળની સાથે

आत्ङ्गर्श्रिींेींशनि = પોતાનામાં

वन्दति = પ્રાપ્ત કરી લે છે.

હવે આ શ્ર્લોકના સંસ્કૃત શબ્દોને જ પદ્યને બદલે સાદા વાકયમાં ઢાળીને ગદ્ય‚પે

જોઈએ:
रह ज्ञानेन - सदृशम् पवित्रम् हि न विद्यते; योगसंसिद्धः कालेन तत् स्वयम् आत्ङ्गर्श्रिींेींशनि विन्दति।

‘જ્ઞાનના જેવું આ જગતમાં બીજું કંઈ પવિત્ર એટલે કે શુદ્ધ કરનારું નથી. યોગમાં - સમત્વમાં પૂર્ણ થયેલો મનુષ્ય કાળે કરીને પોતે પોતાનામાં તે જ્ઞાન પામે છે.
આ શ્ર્લોકને એના આગલા શ્ર્લોકો સાથેના સંદર્ભે સમજાવતાં ગાંધીજી કહે છે કે,
‘જ્ઞાન મેળવવાની ત્રણ શરતો છે. પ્રણિપાત અર્થાત્ નમ્રતા કે વિવેક. પરિપ્રશ્ર્ન

અર્થાત ફરી ફરી પૂછયું તે અને ત્રીજું, સેવા. સેવા વિનાની નમ્રતા ખુશામતમાં ખપવાનો સંભવ છે.’
જ્ઞાનથી ઊંચું આ જગતમાં બીજું કંઈ નથી એનો આજના યુગમાં અથર એ પણ ખરો કે માહિતી ગોખીને, પરીક્ષામાં પાસ થઈને મોટી ડિગ્રીઓ મેળવી લેવાથી જ્ઞાન આવી જતું નથી. માહિતી ઈન્ફર્મેશન છે, જ્ઞાન નોલેજ છે. જ્ઞાન સુધી ન પહોંચાડતી નકરી માહિતીનું ભૂસું મગજમાં ભરી રાખવાની જ‚ર નથી.
કિશોરલાલ ઘ. મશ‚વાળાએ ‘ગીતા ધ્વનિ’માં આ શ્ર્લોકનો ગુજરાતી પદ્ય અનુવાદ આપ્યો છે:

"નથી જ જ્ઞાનના જેવું પવિત્ર જગમાં કંઈ;
સિદ્ધયોગી, યથાકાળે, જાણે એ આત્મમાં સ્વયં.

અહીં એક વાત સમજી લેવાની છે કે ભણેલા માણસો જ જ્ઞાની હોય તે જ‚રી
નથી. ભણતર ન હોય એવા મનુષ્યો પણ પોતાના અજ્ઞાનનો પડદો હટાવી દેવા

સક્ષમ હોય છે. અને ભણેલાઓ કયારેય પોતાનું અજ્ઞાન દૂર ન કરી શકે એવું પણ બનતું હોય છે.
જ્ઞાની બન્યા પછી શાંતિની શોધ માટે બહાર જવું પડતું નથી, ભીતરમાં શાંતિનો ધોધ વહેતો થઈ જાય છે.
છેલ્લે મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીના અનુવાદને અંગ્રેજીમાં મૂકી આપ્યો છે તે જોઈ લઈએ:
"There is nothing in this world so purifying as Knowledge

He Who is Perfected by yoga finds it in himself in the fullness of time.

Thursday, December 20, 2012

દક્ષિણનું કાશીઃ હરિહરેશ્વર

Dec 14, 2012
ચાલો ફરવા
મ હારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલું હરિહરેશ્વર દેશનું મહત્ત્વનું પર્યટન સ્થળ ગણાય છે. હરિહરેશ્વરને દક્ષિણનું કાશી કહેવામાં આવે છે. હરિહરેશ્વર મહાદેવનું મંદિર અહીંનું મુખ્ય આકર્ષણ છે, તો દરિયાકિનારાની વિશેષતા પણ પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે.
* હરિહરેશ્વર પ્રકૃતિની ગોદમાં આવેલું સ્થળ છે. ખડકોથી ઘેરાયેલો વિસ્તાર મનમોહક છે.
* હરિહરેશ્વરનો બીચ ખૂબ લચીલો અને આકર્ષક હોવાથી પ્રવાસીઓ મંદિરનાં દર્શન કરવાની સાથોસાથ બીચનો આનંદ પણ માણી શકે છે.
* મંદિરનું નિર્માણ ૧૬મી સદીમાં થયાનું કહેવાય છે. રાયગઢ જિલ્લાના લોકો માટે આ મંદિર સદીઓથી આસ્થાનું પ્રતીક રહ્યું છે.
* આ સ્થળની બીજી એક ખાસિયત સ્વાદિષ્ટ ભોજન છે. જો અહીંની મુલાકાત શાકાહારી ભોજનની વિવિધતા માણ્યા વગરની રહે તો મુલાકાત અધૂરી ગણાય છે.
* મજાની વાત એ છે કે દરેક પ્રકારના પ્રવાસીઓને અહીં તેમના બજેટ પ્રમાણેની સુવિધા ઉપલબ્ધ થઈ જાય છે.
* મહારાષ્ટ્રના પાટનગર મુંબઈથી માત્ર ત્રણ કલાકમાં હરિહરેશ્વર પહોંચી શકાય છે.
* માણગામ સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. મુંબઈથી ઘણી ટ્રેન માણગામથી પસાર થતી હોવાથી પ્રવાસીઓને રેલવેની સુવિધા થોડા થોડા કલાકોમાં મળી રહે છે.
* પ્રકૃતિ અને દરિયો જેને વધુ આકર્ષતો હોય તેના માટે આ સ્થળની મુલાકાત એક યાદગાર સંભારણું બની રહે 

Tuesday, December 4, 2012

Swaminarayan Mandir - An Architectural Wonder in Toronto, Canada

Bochanwasi Gujrati Religeous Sect, after creating 8th wonder of
 the world in NOIDA, NOW Repeats Performance in
TORONTO, CANADA
 
The BAPS Shri Swaminarayan Mandir complex in Toronto has become
the focus of interest and wonder for local citizens and visitors to Toronto.
 
The Hindu temple is located at the intersection of Finch Ave. and
Highway 427 in Etobicoke, just northwest of Toronto, Ontario.
 
The 2nd largest Hindu temple outside India, this Mandir is a masterpiece of
intricate design and workmanship. The Mandir was constructed in a record
18 months. Built at a cost of $40 million raised by the Hindu communities worldwide,
without a penny of government money.
 
No steel was used in building this architectural and engineering marvel.
It’s all stone on stone; using 24,000 pieces of Turkish limestone and Italian marble.
The temple was constructed by 2,000 Indian craftsmen.
 
 







 
INTERIOR
 
 


 


Sunday, November 25, 2012

દેવઊઠી એકાદશી માહાત્મ્ય: ભગવાન વિષ્ણુને આ રીતે કરો પ્રસન્ન!

ઉજ્જૈન, તા. 24

હિન્દુ પ્રાચીન ધર્મગ્રંથો અનુસાર આજે દેવઊઠી એકાદશીનું પાવન પર્વ છે કહેવાય છે કે આજના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ શેષ સૈયા પરથી ઊઠે છે. કારતક સુદ એકાદશી એટલે દેવઊઠી એકાદશી આજે તુલસી વિવાહ પછી લગ્નસરાની સિઝન શરૂ થઈ જાય છે. ભગવાનને આ રીતે જગાડો-

* વ્રત કરનાર સ્ત્રીઓએ આ દિવસે સવારે સ્નાનાદિ પતાવીને આંગણામાં ચોક બનાવો.
* ભગવાન વિષ્ણુના ચરણોને કળાત્મક રૂપથી અંકિત કરો.
*તડકો આવે ત્યારે ભગવાન શ્રીના ચરણોને ઢાંકી દેવા.
* ઘંટ, શંખ, નગારા વગાડો.
વિવિધ પ્રકારની રમતો, લીલા અને નૃત્યની સાથે નીચે આપેલા મંત્રનું ઉચ્ચારણ કરીને ભગવાનને જગાડો: -

Devutni Ekadashi,

'उत्तिष्ठ गोविन्द त्यज निद्रां जगत्पतये।
त्वयि सुप्ते जगन्नाथ जगत्‌ सुप्तं भवेदिदम्‌॥'
'उत्थिते चेष्टते सर्वमुत्तिष्ठोत्तिष्ठ माधव।
गतामेघा वियच्चैव निर्मलं निर्मलादिशः॥'
'शारदानि च पुष्पाणि गृहाण मम केशव।'


આ રીતે કરો વ્રત-પૂજન-
 * પૂજન માટે ભગવાનનું મંદિર અથવા સિંહાસનને જુદીજુદી રીતે પત્ર, ફૂલ, પુષ્પ અને વંદનવાર વગેરેથી શણગારો.

*આગણાંમાં દેવોત્થાનની છબી લગાવવી, ત્યારબાદ ફળ, પકવાન, શેરડી વગેરે ચઢાવીને ઢાકી દેવું તથા દીવો પ્રગટાવવો.
* વિષ્ણુ પૂજા કે પંચદેવ પૂજા કરીને દીવો, કપૂર વગેરેથી આરતી કરવી.
* બાદમાં આ મંત્ર વડે પુષ્પાંજલિ અર્પણ કરો.

'यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन।
तेह नाकं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्तिदेवाः॥'

બાદમાં આ મંત્રથી પ્રાર્થના કરો: -

'इयं तु द्वादशी देव प्रबोधाय विनिर्मिता।
त्वयैव सर्वलोकानां हितार्थ शेषशायिना॥'
इदं व्रतं मया देव कृतं प्रीत्यै तव प्रभो।
न्यूनं सम्पूर्णतां यातु त्वत्प्रसादाज्जनार्दन॥'

સાથે સાથે પ્રહલાદ, નારદ, પરાશર, પુણ્ડરિક, વ્યાસ, શુક ભક્તોનું સ્મરણ કરીને ચરણામૃત, પંચામૃત પ્રસાદ વિતરણ કરો. બાદમાં એક રથમાં ભગવાનને વિરાજમાન કરીને જાતે ખેંચો ભગવાન વિષ્ણુ યોગનિદ્વાનો ત્યાગ કરીને તમામ પ્રકારની ક્રિયાઓ કરવા સક્રિય થઈ જાય છે. અંતમાં કતા શ્રવણ કરીને પ્રસાદનું વિતરણ કરવું.

Wednesday, November 7, 2012

ૐ શ્રી ગણેશાય નમઃ । ૐ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ । ૐ શ્રી સરસ્વત્યૈ નમઃ ।


 
શ્રી લક્ષ્મીજીની આરતી
જય લક્ષ્મી માતા, મા જય લક્ષ્મી માતા
તુમકું નિશદિન સેવત (૨) હર વિષ્ણુ ધાતા. - જય
બ્રહ્માણી રુદ્રાણી કમલા; તું હી પે જગ માતા (૨)
સૂર્ય ચંદ્રમા ધ્યાવત, (૨) નારદઋષિ ગાતા. - જય
દુર્ગા રૂપ નિરંજન સુખ સંપત્તિ દાતા (૨)
જો કોઈ તુમકું ધ્યાવત (૨) અષ્ટ સિદ્ધિ ધનપાતા - જય
તું હી હે પાતાલ બસંતી તું હી શુભ દાતા (૨)
કર્મ પ્રભાવ પ્રકાશ (૨) જગનિધિ હે ત્રાતા. - જય
જિસ ઘર થોરી બાસે જાહિ મેં ગુણ આતા (૨)
કર ન સકે સો કર લે (૨) ધન નહિ ધરતા - જય
તુમ બિન ધરી ન હોવે, વસ્ત્ર ન હોય રાતા (૨)
ખાન પાન કા વૈભવ (૨) તુમ બિન કુળ દાતા. - જય
શુભ ગુણ સુંદર સુકતા ક્ષીરનિધિ જાતા (૨)
રત્ન ચતુર્દશ તો તુમ (૨) બિન કોઈ નર પાતા. - જય
આરતી લક્ષ્મીજી કી જો કોઈ નર ગાતા (૨)
ઉર આનંદ અતિ ઉમંગે (૨) પાર ઉપર જાતા. - જય
ભીતર ચર જગત બસાવે, કર્મ પ્રાણ દાતા (૨)
રામ પ્રતાપ મૈયા કી (૨) શુભ દૃષ્ટિ ચાહતા. - જય
 
શ્રી લક્ષ્મીજીનો થાળ
 
જમવાને આવજો, લક્ષ્મીદેવીજી પધારજો ... આવજો
 
ભોજનીયા ભાવના, અંતરના લ્હાવાના
પીરસીને ધરિયો છે થાળ... આવજો
 
મનગમતી વાનગી, ખૂબ નાંખ્યા ખાંડ-ઘી
આરોગો ભાવે કંસાર... આવજો
 
તાજાં કીધાં છે શાક ભક્તનો ના જોશો વાંક,
ભાવે જમે દિલડાની દાળ... આવજો
 
મનની મીઠાઈ અને ભાવ કેરો ભાત છે,
સ્નેહ કેરા શાકની નિરાળી વાત છે... આવજો
 
ઝારીમાં ભરીયા છે, પ્રેમ તણા વારિ,
ભક્તોની રાખજો ભાળ... આવજો
 
સરયુનાં વારિ છે, પાન બીડી વાળી છે,
અંતરના જોડયા છે તાર... આવજો
 
આરતી ઉતારશું ને ફૂલડાં વેરાવશું,
લવિંગ સોપારી ને પાન ખવરાવશું,
જય લક્ષ્મીદેવીજી તમ પર જાઉં બલિહારી... આવજો
 
શ્રી મહાલક્ષ્મીની સ્તુતિ
 
મહાદેવી મહાલક્ષ્મી નમસ્તે ત્વં વિષ્ણુ પ્રિયે ।
શક્તિદાયી મહાલક્ષ્મી નમસ્તે દુઃખ ભજનિ ।૧।
 
શ્રૈયા પ્રાપ્તિ નિમિત્તાય મહાલક્ષ્મી નમામ્યહમ ।
પતિતોધ્ધારિણી દેવી નમામ્યહં પુનઃ પુનઃ ।૨।
 
વેદાંસ્ત્વા સંસ્તુવન્તિ હી શાસ્ત્રાણિ ચ મુર્હુમુઃ ।
દેવાસ્ત્વાં પ્રણમન્તિહી લક્ષ્મીદેવી નમોડસ્તુતે ।૩।
 
નમસ્તે મહાલક્ષ્મી નમસ્તે ભવભજની ।
ભુક્તિમુક્તિ ન લભ્યતે મહાદેવી ત્વયી કૃપા વિના ।૪।
 
સુખ સૌભાગ્યં ન પ્રાપ્નોતિ પત્ર લક્ષ્મી ન વિદ્યતે ।
ન તત્ફલં સમાપ્નોતિ મહાલક્ષ્મી નમામ્યહમ ।૫।
 
દેહિ સૌભાગ્યમારોગ્યં દેહિ મે પરમં સુખમ્ ।
નમસ્તે આદ્યશક્તિ ત્વં નમસ્તે ભીડભંજની ।૬।
 
વિધેહિ દેવી કલ્યાણં વિધેહિ પરમાં શ્રિયમ ।
વિદ્યાવન્તં યશસ્વન્તં લક્ષ્મવન્તં જનં કુરુ ।૭।
 
અચિન્ત્ય રૂપ-ચરિતે સર્વશત્રુ વિનાશિની ।
નમસ્તેતુ મહામાયા સર્વ સુખ પ્રદાયિની ।૮।
 
નમામ્યહં મહાલક્ષ્મી નમામ્યહમ સુરેશ્વરી ।
નમામ્યહં જગધ્ધાત્રી નમામ્યહં પરમેશ્વરી ।૯।
 
શ્રી લક્ષ્મી સ્તવન
 
યા રક્તામ્બુજવાસિની વિલસિની
ચણ્ડાંશુ તેજસ્વિની ।।
યા રક્તા રુધિરામ્બરા હરિસખી
યા શ્રી મનોલ્હાદિની ।।
યા રત્નાકરમન્થનાત્પ્રગટિતા વિષ્ણોસ્વયા દેહિની ।
સા માં પાતુ મનોરમા ભગવતી
લક્ષ્મી શ્વ પદ્માવતી ।।
ભાવાર્થઃ
જે લાલ કમળમાં રહે છે.
જે વિલાસો (શોભા)થી યુક્ત રહે છે.
જે પ્રચંડ તેજ કિરણો ધરાવે છે.
જે સંપૂર્ણપણે લાલ છે.
જે રુધિરરૂપી વસ્ત્રો ધરાવે છે.
જે વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય છે.
જે લક્ષ્મી મનને આનંદ આપે છે.
જે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયેલી છે, જે પોતે વિષ્ણુની પત્ની છે, જે પદ્મમાંથી જન્મેલી છે અને જે અતિશય પૂજ્ય છે, તેવા હે લક્ષ્મીદેવી મારું રક્ષણ કરો.

ધનતેરસઃ ધન પૂજનનો શ્રેષ્ઠ અવસર


પૂજન પર્વ - પ્રશાંત પટેલ
ધનતેરસ : રવિવાર ૧૧ નવેમ્બર, ૨૦૧૨
ધનતેરસના દિવસે ધન તથા માતા લક્ષ્મીજીનાં પૂજન પાછળ પણ એક કથા જોડાયેલી છે, તે પ્રમાણે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શાપ હતો કે તેમણે તેર વર્ષ સુધી ખેડૂતને ત્યાં રહેવાનું છે. આ તેર વર્ષ દરમિયાન ખેડૂતનાં ધન-ધાન્યમાં ખૂબ વૃદ્ધિ થઈ. શાપની અવધિ પૂર્ણ થઈ અને ભગવાન વિષ્ણુ જ્યારે તેમને પાછાં લેવા આવે છે ત્યારે ખેડૂતે તેમને જતાં રોક્યાં ત્યારે લક્ષ્મીજીએ ખેડૂતને વરદાન આપ્યું કે ધનતેરસના દિવસે દીવા પ્રગટાવીને જે વ્યક્તિ ધન પૂજન તથા મારું પૂજન કરશે તે ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે.
યમરાજને દીપદાન
પરંપરા અનુસાર ધનતેરસની સંધ્યાએ યમરાજનું પૂજન કરવામાં આવે છે તથા દક્ષિણ દિશામાં તેમના માટે તેર દીવા પ્રગટાવવામાં આવે છે તેની પાછળ એક પ્રચલિત કથા છે. એ કથા પ્રમાણે એક વાર યમરાજાએ પોતાના દૂતોને પ્રશ્ન કર્યો કે, 'શું તમને પ્રાણીઓના પ્રાણ હણતી વખતે કોઈ પણ પ્રાણી ઉપર દયા આવી છે?' આ પ્રશ્ન સાંભળીને યમદૂતોએ એક સ્વરમાં કહ્યું, 'મહારાજ અમે બધા તો તમારા સેવક છીએ અને તમારી આજ્ઞાનું પાલન કરવું એ જ અમારો ધર્મ છે, તેથી દયા અને મોહ-માયા સાથે અમારે કંઈ લેવા-દેવા નથી.'
યમરાજે ફરીથી તેમને નિર્ભય બનીને સાચું જણાવવા કહ્યું, ત્યારે યમદૂતોએ જણાવ્યું કે, 'એક દિવસ હંસ નામનો એક રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયો અને ગાઢ જંગલમાં પોતાના સાથીદારોથી વિખૂટો પડીને બીજા રાજ્યના સીમાડામાં પહોંચી ગયો. તે રાજ્યના રાજાનું નામ હેમ હતું. તેમણે હંસનો રાજકીય સત્કાર કર્યો. તે જ દિવસે હેમની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો, પરંતુ જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી કે વિવાહના ચોથા જ દિવસે આ બાળકનું મૃત્યુ થશે. આ દુઃખદ રહસ્ય જણીને હેમ રાજાએ પોતાના નવજાત પુત્રને યમુનાના તટ પર એક ગુફામાં મોકલી દીધો અને ત્યાં જ તેના ઉછેરની શાહી વ્યવસ્થા કરી. કોઈ પણ યુવતીનો પડછાયો પણ તેના પર ન પડે તેનું ધ્યાન રાખ્યું, પરંતુ વિધિનું વિધાન અડગ હતું.
એક દિવસ રાજા હંસની પુત્રી ફરતાં-ફરતાં યમુના તટે આવી અને રાજકુમારને જોતાં જ તેના પર મોહિત થઈ ગઈ. રાજકુમારની પણ આ જ દશા હતી, તેથી બંને જણે તે સમયે ગાંધર્વવિવાહ કરી લીધા. વિધિના વિધાન અનુસાર ચાર દિવસ પછી રાજકુમારનું મૃત્યુ થઈ ગયું.
યમદૂતોએ યમરાજને જણાવ્યું કે, 'તેમણે આવી સુંદર જોડી પોતાના જીવનમાં પહેલાં ક્યારેય નથી જોઈ. તેઓ કામદેવ અને રતિ જેવા સુંદર હતાં, તેથી રાજકુમારના પ્રાણ હરણ કર્યા પછી નવવિવાહિતા રાજકુમારીનો કરુણ વિલાપ સાંભળીને અમારું કાળજુ કંપી ઊઠયું.'
આખી ઘટનાનો વૃત્તાંત સાંભળ્યા પછી યમરાજાએ યમદૂતોને કહ્યું કે, આસો વદ તેરસના દિવસે જે પણ વ્યક્તિ ધન્વંતરિ દેવનું પૂજન અને મારા માટે દીપદાન કરશે તે અકાળ મૃત્યુથી બચી જશે.
એવી માન્યતા છે કે ત્યારથી ધન્વંતરિ અને યમરાજનું પૂજન કરવાની તથા દક્ષિણ દિશામાં તેર દીવા પ્રગટાવવાની પ્રથા શરૂ થઈ. આ સિવાય ધનતેરસના દિવસે ઘરનાં તૂટેલાં-ફૂટેલાં વાસણોને બદલીને નવાં વાસણો તથા સોનાં-ચાંદીનાં ઘરેણાં કે વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. 
કુબેર પૂજન
ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. કહેવાય છે કે લંકાના રાજા રાવણે કુબેરની સાધના કરી તેમને પ્રસન્ન કરીને સુવર્ણની લંકા બનાવી હતી. ચાંદી એ કુબેરની ધાતુ છે, તેથી ધનતેરસના દિવસે ચાંદીની ખરીદી કરવાથી ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. તિજોરી અને કુબેર યંત્રનું પૂજન પણ કરવામાં આવે છે.
ધન્વંતરિ દેવનો જન્મદિવસ
જેરીતે સમુદ્રમંથન દરમિયાન તેમાંથી માતા લક્ષ્મી ઉત્પન્ન થયાં હતાં તે જ રીતે ભગવાન ધન્વંતરિ પણ અમૃત કળશ લઈને સમુદ્રમંથનમાંથી ઉત્પન્ન થયા હતા. માતા લક્ષ્મી ધનનાં દેવી છે, પરંતુ તેમની કૃપા મેળવવા માટે શારીરિક સ્વસ્થતા અને લાંબું આયુષ્ય પણ હોવું જોઈએ. આસો વદ તેરસના દિવસે ધન્વંતરિનો જન્મ થયો હતો, તેથી ધનતેરસે ધન્વંતરિ જયંતી મનાવવામાં આવે છે. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. ધન્વંતરિને દેવોના વૈદ્ય માનવામાં આવે છે,તેથી વૈદ્યો અને ચિકિત્સકો આ દિવસે ધન્વંતરિ દેવનું પૂજન કરે છે. ધન્વંતરિ જ્યારે પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. ધન્વંતરિ કળશ (પાત્ર, વાસણ) લઈને પ્રગટ થયા હતા, તેથી ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. એવું પણ કહેવાય છે કે ધનતેરસના દિવસે ધન અથવા વસ્તુ ખરીદવાથી તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. પિત્તળ એ ધન્વંતરિની ધાતુ છે, તેથી ધનતેરસના દિવસે પિત્તળની ખરીદી કરવાથી આરોગ્ય, આયુષ્ય અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.