Dec 14, 2012
ચાલો ફરવા
મ હારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલું હરિહરેશ્વર દેશનું મહત્ત્વનું પર્યટન સ્થળ ગણાય છે. હરિહરેશ્વરને દક્ષિણનું કાશી કહેવામાં આવે છે. હરિહરેશ્વર મહાદેવનું મંદિર અહીંનું મુખ્ય આકર્ષણ છે, તો દરિયાકિનારાની વિશેષતા પણ પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે.
* હરિહરેશ્વર પ્રકૃતિની ગોદમાં આવેલું સ્થળ છે. ખડકોથી ઘેરાયેલો વિસ્તાર મનમોહક છે.
* હરિહરેશ્વરનો બીચ ખૂબ લચીલો અને આકર્ષક હોવાથી પ્રવાસીઓ મંદિરનાં દર્શન કરવાની સાથોસાથ બીચનો આનંદ પણ માણી શકે છે.
* મંદિરનું નિર્માણ ૧૬મી સદીમાં થયાનું કહેવાય છે. રાયગઢ જિલ્લાના લોકો માટે આ મંદિર સદીઓથી આસ્થાનું પ્રતીક રહ્યું છે.
* આ સ્થળની બીજી એક ખાસિયત સ્વાદિષ્ટ ભોજન છે. જો અહીંની મુલાકાત શાકાહારી ભોજનની વિવિધતા માણ્યા વગરની રહે તો મુલાકાત અધૂરી ગણાય છે.
* મજાની વાત એ છે કે દરેક પ્રકારના પ્રવાસીઓને અહીં તેમના બજેટ પ્રમાણેની સુવિધા ઉપલબ્ધ થઈ જાય છે.
* મહારાષ્ટ્રના પાટનગર મુંબઈથી માત્ર ત્રણ કલાકમાં હરિહરેશ્વર પહોંચી શકાય છે.
* માણગામ સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. મુંબઈથી ઘણી ટ્રેન માણગામથી પસાર થતી હોવાથી પ્રવાસીઓને રેલવેની સુવિધા થોડા થોડા કલાકોમાં મળી રહે છે.
* પ્રકૃતિ અને દરિયો જેને વધુ આકર્ષતો હોય તેના માટે આ સ્થળની મુલાકાત એક યાદગાર સંભારણું બની રહે
|
Thursday, December 20, 2012
દક્ષિણનું કાશીઃ હરિહરેશ્વર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment