Friday, March 1, 2013

જુઓ : મૃત્યુ બાદ તમારી આત્મા સૌપ્રથમ અહીં પહોંચે છે


 સૌ એવું માને છે કે મર્યા બાદ આપણો આત્મા સારા કર્મો કર્યા હોય તો સ્વર્ગમાં અને ખરાબ કર્મો કર્યા હોય તો નર્કમાં જાય છે. પંરતુ આ એક એવું મંદિર છે જ્યાં મર્યા પછી બધાની આત્મા સૌપ્રથમ અહિં આવે છે. તે આસ્તિક હોય કે નાસ્તિક. હિમાચલપ્રદેશના ચમ્બા જિલ્લામાં ભરમોરમાં આવેલા આ મંદિરમાં અનોખી માન્યતા પ્રવર્તે છે.
અહીં એક એવું મંદિર છે જે બહારથી ઘર જેવું દેખાય છે. પરંતુ કોઈ તેની અંદર જવાની હિંમત નથી કરતું. મોટા ભાગના લોકો તેના બહારથી જ દર્શન કરે છે. આનું એકમાત્ર કારણ છે આ મંદિરમાં ધર્મરાજ એટલે કે યમરાજ બિરાજે છે. દુનિયામાં એકમાત્ર યમરાજનું મંદિર છે.
આ મંદિરમાં એક ખાલી રૂમ છે જે ચિત્રગુપ્તનો હોવાનું માનવામાં આવે છે. ચિત્રગુપ્ત યમરાજના સચિવ છે જે જીવોના કર્મોના લેખાંજોખાં કરે છે. એવી માન્યતા છે કે જ્યારે કોઈ પ્રાણીનું મોત થાય ત્યારે સૌપ્રથમ યમરાજ તેને ચિત્રગુપ્ત સામે રજૂ કરે છે. ચિત્રગુપ્ત જીવના કર્મોનો હિસાબ કાઢે છે. ત્યાર બાદ જીવને ચિત્રગુપ્તના સામેના રૂમમાં લાવવામાં આવે છે. જેને યમરાજની કચેરી માનવામાં આવે છે.
કહેવાય છે કે અહીં યમરાજ કર્મોના આધારે આત્માને તેમનો નિર્ણય જણાવે છે. આ મંદિરમાં સોના,રૂપા અન તાંબાના અદ્શ્ય દરવાજા છે. યમરાજના નિર્ણય બાદ જ યમદૂત આત્માને તેના કર્મો અનુસાર સ્વર્ગ કે નર્કમાં લઈ જાય છે.

No comments:

Post a Comment