શ્રી લક્ષ્મીજીની આરતી
જય લક્ષ્મી માતા, મા જય લક્ષ્મી માતા
તુમકું નિશદિન સેવત (૨) હર વિષ્ણુ ધાતા. - જય
બ્રહ્માણી રુદ્રાણી કમલા; તું હી પે જગ માતા (૨)
સૂર્ય ચંદ્રમા ધ્યાવત, (૨) નારદઋષિ ગાતા. - જય
દુર્ગા રૂપ નિરંજન સુખ સંપત્તિ દાતા (૨)
જો કોઈ તુમકું ધ્યાવત (૨) અષ્ટ સિદ્ધિ ધનપાતા - જય
તું હી હે પાતાલ બસંતી તું હી શુભ દાતા (૨)
કર્મ પ્રભાવ પ્રકાશ (૨) જગનિધિ હે ત્રાતા. - જય
જિસ ઘર થોરી બાસે જાહિ મેં ગુણ આતા (૨)
કર ન સકે સો કર લે (૨) ધન નહિ ધરતા - જય
તુમ બિન ધરી ન હોવે, વસ્ત્ર ન હોય રાતા (૨)
ખાન પાન કા વૈભવ (૨) તુમ બિન કુળ દાતા. - જય
શુભ ગુણ સુંદર સુકતા ક્ષીરનિધિ જાતા (૨)
રત્ન ચતુર્દશ તો તુમ (૨) બિન કોઈ નર પાતા. - જય
આરતી લક્ષ્મીજી કી જો કોઈ નર ગાતા (૨)
ઉર આનંદ અતિ ઉમંગે (૨) પાર ઉપર જાતા. - જય
ભીતર ચર જગત બસાવે, કર્મ પ્રાણ દાતા (૨)
રામ પ્રતાપ મૈયા કી (૨) શુભ દૃષ્ટિ ચાહતા. - જય
શ્રી લક્ષ્મીજીનો થાળ
જમવાને આવજો, લક્ષ્મીદેવીજી પધારજો ... આવજો
ભોજનીયા ભાવના, અંતરના લ્હાવાના
પીરસીને ધરિયો છે થાળ... આવજો
મનગમતી વાનગી, ખૂબ નાંખ્યા ખાંડ-ઘી
આરોગો ભાવે કંસાર... આવજો
તાજાં કીધાં છે શાક ભક્તનો ના જોશો વાંક,
ભાવે જમે દિલડાની દાળ... આવજો
મનની મીઠાઈ અને ભાવ કેરો ભાત છે,
સ્નેહ કેરા શાકની નિરાળી વાત છે... આવજો
ઝારીમાં ભરીયા છે, પ્રેમ તણા વારિ,
ભક્તોની રાખજો ભાળ... આવજો
સરયુનાં વારિ છે, પાન બીડી વાળી છે,
અંતરના જોડયા છે તાર... આવજો
આરતી ઉતારશું ને ફૂલડાં વેરાવશું,
લવિંગ સોપારી ને પાન ખવરાવશું,
જય લક્ષ્મીદેવીજી તમ પર જાઉં બલિહારી... આવજો
શ્રી મહાલક્ષ્મીની સ્તુતિ
મહાદેવી મહાલક્ષ્મી નમસ્તે ત્વં વિષ્ણુ પ્રિયે ।
શક્તિદાયી મહાલક્ષ્મી નમસ્તે દુઃખ ભજનિ ।૧।
શ્રૈયા પ્રાપ્તિ નિમિત્તાય મહાલક્ષ્મી નમામ્યહમ ।
પતિતોધ્ધારિણી દેવી નમામ્યહં પુનઃ પુનઃ ।૨।
વેદાંસ્ત્વા સંસ્તુવન્તિ હી શાસ્ત્રાણિ ચ મુર્હુમુઃ ।
દેવાસ્ત્વાં પ્રણમન્તિહી લક્ષ્મીદેવી નમોડસ્તુતે ।૩।
નમસ્તે મહાલક્ષ્મી નમસ્તે ભવભજની ।
ભુક્તિમુક્તિ ન લભ્યતે મહાદેવી ત્વયી કૃપા વિના ।૪।
સુખ સૌભાગ્યં ન પ્રાપ્નોતિ પત્ર લક્ષ્મી ન વિદ્યતે ।
ન તત્ફલં સમાપ્નોતિ મહાલક્ષ્મી નમામ્યહમ ।૫।
દેહિ સૌભાગ્યમારોગ્યં દેહિ મે પરમં સુખમ્ ।
નમસ્તે આદ્યશક્તિ ત્વં નમસ્તે ભીડભંજની ।૬।
વિધેહિ દેવી કલ્યાણં વિધેહિ પરમાં શ્રિયમ ।
વિદ્યાવન્તં યશસ્વન્તં લક્ષ્મવન્તં જનં કુરુ ।૭।
અચિન્ત્ય રૂપ-ચરિતે સર્વશત્રુ વિનાશિની ।
નમસ્તેતુ મહામાયા સર્વ સુખ પ્રદાયિની ।૮।
નમામ્યહં મહાલક્ષ્મી નમામ્યહમ સુરેશ્વરી ।
નમામ્યહં જગધ્ધાત્રી નમામ્યહં પરમેશ્વરી ।૯।
શ્રી લક્ષ્મી સ્તવન
યા રક્તામ્બુજવાસિની વિલસિની
ચણ્ડાંશુ તેજસ્વિની ।।
યા રક્તા રુધિરામ્બરા હરિસખી
યા શ્રી મનોલ્હાદિની ।।
યા રત્નાકરમન્થનાત્પ્રગટિતા વિષ્ણોસ્વયા દેહિની ।
સા માં પાતુ મનોરમા ભગવતી
લક્ષ્મી શ્વ પદ્માવતી ।।
ભાવાર્થઃ
જે લાલ કમળમાં રહે છે.
જે વિલાસો (શોભા)થી યુક્ત રહે છે.
જે પ્રચંડ તેજ કિરણો ધરાવે છે.
જે સંપૂર્ણપણે લાલ છે.
જે રુધિરરૂપી વસ્ત્રો ધરાવે છે.
જે વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય છે.
જે લક્ષ્મી મનને આનંદ આપે છે.
જે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયેલી છે, જે પોતે વિષ્ણુની પત્ની છે, જે પદ્મમાંથી જન્મેલી છે અને જે અતિશય પૂજ્ય છે, તેવા હે લક્ષ્મીદેવી મારું રક્ષણ કરો.
No comments:
Post a Comment