Wednesday, November 7, 2012

ૐ શ્રી ગણેશાય નમઃ । ૐ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ । ૐ શ્રી સરસ્વત્યૈ નમઃ ।

શ્રી લક્ષ્મીજીની આરતી
જય લક્ષ્મી માતા, મા જય લક્ષ્મી માતા
તુમકું નિશદિન સેવત (૨) હર વિષ્ણુ ધાતા. - જય
બ્રહ્માણી રુદ્રાણી કમલા; તું હી પે જગ માતા (૨)
સૂર્ય ચંદ્રમા ધ્યાવત, (૨) નારદઋષિ ગાતા. - જય
દુર્ગા રૂપ નિરંજન સુખ સંપત્તિ દાતા (૨)
જો કોઈ તુમકું ધ્યાવત (૨) અષ્ટ સિદ્ધિ ધનપાતા - જય
તું હી હે પાતાલ બસંતી તું હી શુભ દાતા (૨)
કર્મ પ્રભાવ પ્રકાશ (૨) જગનિધિ હે ત્રાતા. - જય
જિસ ઘર થોરી બાસે જાહિ મેં ગુણ આતા (૨)
કર ન સકે સો કર લે (૨) ધન નહિ ધરતા - જય
તુમ બિન ધરી ન હોવે, વસ્ત્ર ન હોય રાતા (૨)
ખાન પાન કા વૈભવ (૨) તુમ બિન કુળ દાતા. - જય
શુભ ગુણ સુંદર સુકતા ક્ષીરનિધિ જાતા (૨)
રત્ન ચતુર્દશ તો તુમ (૨) બિન કોઈ નર પાતા. - જય
આરતી લક્ષ્મીજી કી જો કોઈ નર ગાતા (૨)
ઉર આનંદ અતિ ઉમંગે (૨) પાર ઉપર જાતા. - જય
ભીતર ચર જગત બસાવે, કર્મ પ્રાણ દાતા (૨)
રામ પ્રતાપ મૈયા કી (૨) શુભ દૃષ્ટિ ચાહતા. - જય
 
શ્રી લક્ષ્મીજીનો થાળ
 
જમવાને આવજો, લક્ષ્મીદેવીજી પધારજો ... આવજો
 
ભોજનીયા ભાવના, અંતરના લ્હાવાના
પીરસીને ધરિયો છે થાળ... આવજો
 
મનગમતી વાનગી, ખૂબ નાંખ્યા ખાંડ-ઘી
આરોગો ભાવે કંસાર... આવજો
 
તાજાં કીધાં છે શાક ભક્તનો ના જોશો વાંક,
ભાવે જમે દિલડાની દાળ... આવજો
 
મનની મીઠાઈ અને ભાવ કેરો ભાત છે,
સ્નેહ કેરા શાકની નિરાળી વાત છે... આવજો
 
ઝારીમાં ભરીયા છે, પ્રેમ તણા વારિ,
ભક્તોની રાખજો ભાળ... આવજો
 
સરયુનાં વારિ છે, પાન બીડી વાળી છે,
અંતરના જોડયા છે તાર... આવજો
 
આરતી ઉતારશું ને ફૂલડાં વેરાવશું,
લવિંગ સોપારી ને પાન ખવરાવશું,
જય લક્ષ્મીદેવીજી તમ પર જાઉં બલિહારી... આવજો
 
શ્રી મહાલક્ષ્મીની સ્તુતિ
 
મહાદેવી મહાલક્ષ્મી નમસ્તે ત્વં વિષ્ણુ પ્રિયે ।
શક્તિદાયી મહાલક્ષ્મી નમસ્તે દુઃખ ભજનિ ।૧।
 
શ્રૈયા પ્રાપ્તિ નિમિત્તાય મહાલક્ષ્મી નમામ્યહમ ।
પતિતોધ્ધારિણી દેવી નમામ્યહં પુનઃ પુનઃ ।૨।
 
વેદાંસ્ત્વા સંસ્તુવન્તિ હી શાસ્ત્રાણિ ચ મુર્હુમુઃ ।
દેવાસ્ત્વાં પ્રણમન્તિહી લક્ષ્મીદેવી નમોડસ્તુતે ।૩।
 
નમસ્તે મહાલક્ષ્મી નમસ્તે ભવભજની ।
ભુક્તિમુક્તિ ન લભ્યતે મહાદેવી ત્વયી કૃપા વિના ।૪।
 
સુખ સૌભાગ્યં ન પ્રાપ્નોતિ પત્ર લક્ષ્મી ન વિદ્યતે ।
ન તત્ફલં સમાપ્નોતિ મહાલક્ષ્મી નમામ્યહમ ।૫।
 
દેહિ સૌભાગ્યમારોગ્યં દેહિ મે પરમં સુખમ્ ।
નમસ્તે આદ્યશક્તિ ત્વં નમસ્તે ભીડભંજની ।૬।
 
વિધેહિ દેવી કલ્યાણં વિધેહિ પરમાં શ્રિયમ ।
વિદ્યાવન્તં યશસ્વન્તં લક્ષ્મવન્તં જનં કુરુ ।૭।
 
અચિન્ત્ય રૂપ-ચરિતે સર્વશત્રુ વિનાશિની ।
નમસ્તેતુ મહામાયા સર્વ સુખ પ્રદાયિની ।૮।
 
નમામ્યહં મહાલક્ષ્મી નમામ્યહમ સુરેશ્વરી ।
નમામ્યહં જગધ્ધાત્રી નમામ્યહં પરમેશ્વરી ।૯।
 
શ્રી લક્ષ્મી સ્તવન
 
યા રક્તામ્બુજવાસિની વિલસિની
ચણ્ડાંશુ તેજસ્વિની ।।
યા રક્તા રુધિરામ્બરા હરિસખી
યા શ્રી મનોલ્હાદિની ।।
યા રત્નાકરમન્થનાત્પ્રગટિતા વિષ્ણોસ્વયા દેહિની ।
સા માં પાતુ મનોરમા ભગવતી
લક્ષ્મી શ્વ પદ્માવતી ।।
ભાવાર્થઃ
જે લાલ કમળમાં રહે છે.
જે વિલાસો (શોભા)થી યુક્ત રહે છે.
જે પ્રચંડ તેજ કિરણો ધરાવે છે.
જે સંપૂર્ણપણે લાલ છે.
જે રુધિરરૂપી વસ્ત્રો ધરાવે છે.
જે વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય છે.
જે લક્ષ્મી મનને આનંદ આપે છે.
જે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયેલી છે, જે પોતે વિષ્ણુની પત્ની છે, જે પદ્મમાંથી જન્મેલી છે અને જે અતિશય પૂજ્ય છે, તેવા હે લક્ષ્મીદેવી મારું રક્ષણ કરો.

ધનતેરસઃ ધન પૂજનનો શ્રેષ્ઠ અવસર

પૂજન પર્વ - પ્રશાંત પટેલ
ધનતેરસ : રવિવાર ૧૧ નવેમ્બર, ૨૦૧૨
ધનતેરસના દિવસે ધન તથા માતા લક્ષ્મીજીનાં પૂજન પાછળ પણ એક કથા જોડાયેલી છે, તે પ્રમાણે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શાપ હતો કે તેમણે તેર વર્ષ સુધી ખેડૂતને ત્યાં રહેવાનું છે. આ તેર વર્ષ દરમિયાન ખેડૂતનાં ધન-ધાન્યમાં ખૂબ વૃદ્ધિ થઈ. શાપની અવધિ પૂર્ણ થઈ અને ભગવાન વિષ્ણુ જ્યારે તેમને પાછાં લેવા આવે છે ત્યારે ખેડૂતે તેમને જતાં રોક્યાં ત્યારે લક્ષ્મીજીએ ખેડૂતને વરદાન આપ્યું કે ધનતેરસના દિવસે દીવા પ્રગટાવીને જે વ્યક્તિ ધન પૂજન તથા મારું પૂજન કરશે તે ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે.
યમરાજને દીપદાન
પરંપરા અનુસાર ધનતેરસની સંધ્યાએ યમરાજનું પૂજન કરવામાં આવે છે તથા દક્ષિણ દિશામાં તેમના માટે તેર દીવા પ્રગટાવવામાં આવે છે તેની પાછળ એક પ્રચલિત કથા છે. એ કથા પ્રમાણે એક વાર યમરાજાએ પોતાના દૂતોને પ્રશ્ન કર્યો કે, 'શું તમને પ્રાણીઓના પ્રાણ હણતી વખતે કોઈ પણ પ્રાણી ઉપર દયા આવી છે?' આ પ્રશ્ન સાંભળીને યમદૂતોએ એક સ્વરમાં કહ્યું, 'મહારાજ અમે બધા તો તમારા સેવક છીએ અને તમારી આજ્ઞાનું પાલન કરવું એ જ અમારો ધર્મ છે, તેથી દયા અને મોહ-માયા સાથે અમારે કંઈ લેવા-દેવા નથી.'
યમરાજે ફરીથી તેમને નિર્ભય બનીને સાચું જણાવવા કહ્યું, ત્યારે યમદૂતોએ જણાવ્યું કે, 'એક દિવસ હંસ નામનો એક રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયો અને ગાઢ જંગલમાં પોતાના સાથીદારોથી વિખૂટો પડીને બીજા રાજ્યના સીમાડામાં પહોંચી ગયો. તે રાજ્યના રાજાનું નામ હેમ હતું. તેમણે હંસનો રાજકીય સત્કાર કર્યો. તે જ દિવસે હેમની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો, પરંતુ જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી કે વિવાહના ચોથા જ દિવસે આ બાળકનું મૃત્યુ થશે. આ દુઃખદ રહસ્ય જણીને હેમ રાજાએ પોતાના નવજાત પુત્રને યમુનાના તટ પર એક ગુફામાં મોકલી દીધો અને ત્યાં જ તેના ઉછેરની શાહી વ્યવસ્થા કરી. કોઈ પણ યુવતીનો પડછાયો પણ તેના પર ન પડે તેનું ધ્યાન રાખ્યું, પરંતુ વિધિનું વિધાન અડગ હતું.
એક દિવસ રાજા હંસની પુત્રી ફરતાં-ફરતાં યમુના તટે આવી અને રાજકુમારને જોતાં જ તેના પર મોહિત થઈ ગઈ. રાજકુમારની પણ આ જ દશા હતી, તેથી બંને જણે તે સમયે ગાંધર્વવિવાહ કરી લીધા. વિધિના વિધાન અનુસાર ચાર દિવસ પછી રાજકુમારનું મૃત્યુ થઈ ગયું.
યમદૂતોએ યમરાજને જણાવ્યું કે, 'તેમણે આવી સુંદર જોડી પોતાના જીવનમાં પહેલાં ક્યારેય નથી જોઈ. તેઓ કામદેવ અને રતિ જેવા સુંદર હતાં, તેથી રાજકુમારના પ્રાણ હરણ કર્યા પછી નવવિવાહિતા રાજકુમારીનો કરુણ વિલાપ સાંભળીને અમારું કાળજુ કંપી ઊઠયું.'
આખી ઘટનાનો વૃત્તાંત સાંભળ્યા પછી યમરાજાએ યમદૂતોને કહ્યું કે, આસો વદ તેરસના દિવસે જે પણ વ્યક્તિ ધન્વંતરિ દેવનું પૂજન અને મારા માટે દીપદાન કરશે તે અકાળ મૃત્યુથી બચી જશે.
એવી માન્યતા છે કે ત્યારથી ધન્વંતરિ અને યમરાજનું પૂજન કરવાની તથા દક્ષિણ દિશામાં તેર દીવા પ્રગટાવવાની પ્રથા શરૂ થઈ. આ સિવાય ધનતેરસના દિવસે ઘરનાં તૂટેલાં-ફૂટેલાં વાસણોને બદલીને નવાં વાસણો તથા સોનાં-ચાંદીનાં ઘરેણાં કે વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. 
કુબેર પૂજન
ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. કહેવાય છે કે લંકાના રાજા રાવણે કુબેરની સાધના કરી તેમને પ્રસન્ન કરીને સુવર્ણની લંકા બનાવી હતી. ચાંદી એ કુબેરની ધાતુ છે, તેથી ધનતેરસના દિવસે ચાંદીની ખરીદી કરવાથી ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. તિજોરી અને કુબેર યંત્રનું પૂજન પણ કરવામાં આવે છે.
ધન્વંતરિ દેવનો જન્મદિવસ
જેરીતે સમુદ્રમંથન દરમિયાન તેમાંથી માતા લક્ષ્મી ઉત્પન્ન થયાં હતાં તે જ રીતે ભગવાન ધન્વંતરિ પણ અમૃત કળશ લઈને સમુદ્રમંથનમાંથી ઉત્પન્ન થયા હતા. માતા લક્ષ્મી ધનનાં દેવી છે, પરંતુ તેમની કૃપા મેળવવા માટે શારીરિક સ્વસ્થતા અને લાંબું આયુષ્ય પણ હોવું જોઈએ. આસો વદ તેરસના દિવસે ધન્વંતરિનો જન્મ થયો હતો, તેથી ધનતેરસે ધન્વંતરિ જયંતી મનાવવામાં આવે છે. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. ધન્વંતરિને દેવોના વૈદ્ય માનવામાં આવે છે,તેથી વૈદ્યો અને ચિકિત્સકો આ દિવસે ધન્વંતરિ દેવનું પૂજન કરે છે. ધન્વંતરિ જ્યારે પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. ધન્વંતરિ કળશ (પાત્ર, વાસણ) લઈને પ્રગટ થયા હતા, તેથી ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. એવું પણ કહેવાય છે કે ધનતેરસના દિવસે ધન અથવા વસ્તુ ખરીદવાથી તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. પિત્તળ એ ધન્વંતરિની ધાતુ છે, તેથી ધનતેરસના દિવસે પિત્તળની ખરીદી કરવાથી આરોગ્ય, આયુષ્ય અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

Sunday, October 21, 2012

નવરાત્રી વિશેષ: કાળરાત્રીની પાછળ છે એક અદભુત પ્રલયની કહાણી

ઉજ્જૈન, તા. 21

કરાલરૂપા કાલાબ્જસમાનાકૃતિવિગ્રહા,
કાલરાત્રી: શુભં દદ્યાત્ દેવી ચણ્ડાટ્ટહાસિની. 

જેનું સ્વરૂપ વિકારળ છે. જેની આકૃતિ અને વિગ્રહ કૃષ્ણ-કમળ સદ્રષ્ય છે તથા જે ભયાનક અટ્ટહાસ્ય કરનારી છે, તે કાળરાત્રી દેવી દુર્ગા મંગળ પ્રદાન કરે.

કોઈ પ્રલયને કયામત કહે છે તે કોઈ આ દિવસે સૌનો નિર્ણય સંભળાવવાનો દિવસ કહે છે. તો કોઈ નિત્ય પ્રલય નૈમિત્તિકમાં ગણના કરે છે. પરંતુ ભગવાન કૃષ્ણ અનુસાર પ્રકૃતિ અનાદિ છે. પરિવર્તન થતું જ રહે છે, પરંતુ આ નષ્ટ કયારેય નથી થયું.

ભારતીય પ્રાચીન ધર્મગ્રંથો અનુસાર મનુએ પ્રલય જોયું હતું. સાથે 11 ઋષિઓએ મત્સ્યને શિંગડામાં નાવડી બાંધીને હિમાલયનાં ઉત્તુંગ શિખરની શરણ લીધી હતી. લીલાકારના ઉપદેશો અને જીવન સાથે સંબંધિત તેમના સમકાલીન શાસ્ત્ર ભાગવતમાં મુકન્ડુ મુનિના પુત્ર માર્કન્ડેય જી દ્વારા પ્રલયને આંખે જોયું હતું. નીચે પ્રલયની ઝલક આપેલી છે.

તેઓ હિમાલયના ઉત્તરમાં આવેલ પુષ્પભદ્રા નદીનાં કિનારે રહેતાં હતા. ભાગવતના દ્રાદશ સ્કંધના આઠમા અને નવમાં અધ્યાય અનુસાર શૌનકાદિ ઋષિઓએ સૂત જીને પૂછ્યું કે માર્કન્ડેય જીએ મહાપ્રલયમાં વડલાના પત્તા પર ભગવાન બાળમુકુંદના દર્શન કર્યા હતા, પરંતુ તેઓ તો અમારા વંશના હતા,અમારાથી થોડા જ સમય પહેલાં થયા હતા. તેમના જન્મ પછી ન તો કોઈ પ્રલય થયો કે ન સૃષ્ટિ ડૂબાઈ, બધુ યથાવત્ છે. ત્યારે તેમને કેવો પ્રલય જોયો. તે સમયે સૂત જીએ જણાવ્યું કે માર્કન્ડેય જીની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને નર-નારાયણે તેમને દર્શન આપ્યા.

માર્કન્ડેય જીએ કહ્યું કે હું તમારી માયા જોવા માગું છું. જેનાથી પ્રેરાઈને આત્મા અનંત યોનિમાં ભ્રમણ કરે છે. ભગવાને સ્વીકાર કરીને એક દિવસે જ્યારે મુનિ પોતાના આશ્રમમાં ભગવાનના ચિંતનમાં તન્મય હતા તે સમયે તેમને જોયું કે ચારે બાજુ દરિયો ઘૂઘવાટા મારી રહ્યો છે. આ દરિયો તેમની તરફ ધસી રહ્યો છે.

દરિયાના વિશાળ મોજાના થપેડામાં માર્કન્ડેય જી આમથી તેમ દોડવા લાગ્યા. આકાશ, સૂર્ય, પૃથ્વી, ચંદ્રમા અને સ્વર્ગ આ મહાવિશાળ સમૃદ્રમાં ડૂબી રહ્યું હોય તેવું જણાયું. આ દરમિયાન તેમને એક વડલાની ટોચના પત્તા પર એક શિશુ જોયું તેઓ એક શ્વાસે તેઓ શિશુ અંદર ચાલ્યા ગયા જ્યાં તેમને પોતાનો આશ્રમ અને સમગ્ર સંસાર ફરી જોયો. ફરી તેઓ એક શ્વાસથી બહાર આવ્યા. આંખ ખુલતાની સાથે જ માર્કન્ડેય જીએ પોતાને એજ આશ્રમનાં આસન આવી ગયા. કરોડો વર્ષથી ભગવાનની ઉપાસના પછી એ મુનિઓએ ઈશ્વરીય દ્રષ્યને પોતાના હૃદયમાં જોયું, અનુભવમાં જોયું. બહાર જેમનું તેમ હતું.

Sunday, October 14, 2012

આ નવરાત્રિમાં 27 વર્ષે રચાયો છે, એક દિવ્ય અદભુત સંયોગ!

ઉજ્જૈન, તા. 14

હિન્દુ ધર્મના પ્રાચીન વેદ-શાસ્ત્રો સાક્ષી છે કે જ્યારે કોઈ આસુરી શક્તિઓએ અત્યાચાર કરીને માનવ જીવનને હાનિ પહોંચાડવાનો પ્રય્તન કર્યો છે ત્યારે ત્યારે કોઈ દૈવીય શક્તિઓનું અવતરણ થયું છે. આ પ્રકાર જ્યારે મહિષાસુરાદિ દૈત્યોના અત્યાચારથી ભૂદેવ લોક હાહાકાર કરી ઊઠ્યો ત્યારે પરમ પિતા પરમેશ્વની પ્રેરણાથી તમામ દેવગણોએ એક અદભુત શક્તિનું સર્જન કર્યું જે આદિ શક્તિ મા જગદંબાના નામથી સંપૂર્મ બ્રહ્માંડમાં વ્યાપ્ત થઈ. આ આદિ શક્તિએ મહિષાસુરાદિ દૈત્યોનો વધ કરીને ભૂદેવ લોકોમાં ફરીથી પ્રાણ શક્તિ અને રક્ષા શક્તિનો સંચાર કર્યો.

નવરાત્રીનો અર્થ જ થાય છે 'નવરાત'. હિન્દુ ધર્માનુસાર આ પર્વ વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર માસમાં અને બીજું આસો માસમાં. આ પર્વ દરમિયાન ત્રણ મુખ્ય હિન્દુ દેવીઓ- પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીનાં નવ સ્વરૂપો શ્રી શૈલપુત્રી, શ્રી બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, શ્રી કૃષ્માંડા, શ્રી સ્કંદમાતા, શ્રી કાત્યાયની, શ્રી કાલરાત્રિ, શ્રી મહાગૌરી, શ્રી સિદ્ધિદાત્રિનું પૂજન વિધિ વિધાનથી કરવામાં આવે છે. જેને નવદુર્ગા કહેવાય છે.

પરમ કૃપા પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ ભારતમાં નવરાત્રિનું પર્વ ભારે શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસની સાથે મનાવાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 16 ઑક્ટોબરના આસો સુદ શુક્લ પક્ષના પડવાથી શરૂ થશે. આ પાવન દિવસે સ્વાતિ નક્ષત્ર, વિષ્કુમ્ભ યોગ હશે. પ્રતિપદા તિથિના દિવસે શારદીય નવરાત્રિનું પહેલું નોરતું હશે. માતાજી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર વ્યકિતઓ માટે આ દિવસ ખાસ રહેશે.

આ વખતે 34 વર્ષ પછી નવરાત્રિ પર અદભુત સંયોગ બની રહ્યો છે. આ પછી આવો સંયોગ 27 વર્ષ પછી બનશે. જેથી આ આસો નવરાત્રિ પ્રસન્નતાની સાથે આદ્યાત્મિક શાંતિ લાવશે. આ નવરાત્રિમાં મંગળવારના રોજ નોરતા શરૂ થઈને મંગળવારે જ સમાપ્ત થશે. આવો સંયોગ આજથી 34 વર્ષ પહેલાં ત્રીજી ઑક્ટોબરે થયો હતો. જો કે આ નવના સ્થાને 8 દિવસ મા ભગવતીની આરાધના માટે મળશે. આ મંગળવારે નવરાત્રિનો મંગળ કળશની સ્થાપના થશે. 23 ઑક્ટોબરે મંગળવારના રોજ નવરાત્રિ પૂર્ણ થશે.

મનોકામના પૂર્ણ કરનારી ગુપ્ત નવરાત્રિ વિશે ખાસ જાણો
મા દુર્ગા નવ દિવસ માટે પૃથ્વી પર આવી રહી છે. આગામી 28 જૂનથી માતા પરત ફરી રહી છે. વર્ષમાં આવું ચાર વખત થાય છે જ્યારે માતા પૃથ્વી પર પોતાના ભ...