ગુજરાતના અને દેશના હજારો દલિત પરિવારો હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગિકાર કરી રહ્યા છે ત્યારે ભગવાન બુદ્ધના દર્શાવેલ પથ પરની શાસન પ્રણાલી કેવી હોવી જોઈએ તેની પર અહીં એક દૃષ્ટિપાત છે. દેશ અને દુનિયાની રાજનીતિ અનેક પક્ષો, અનેક વિચારધારાઓ અને અનેક પ્રકારોમાં વહેંચાયેલી છે. જ્યાં લોકશાહી છે ત્યાં ભીતરથી ભ્રષ્ટાચાર અને છૂપી સરમુખત્યારશાહી પણ છે. પ્રજા જ્ઞાતિવાદ અને કોમવાદની વચ્ચે વહેંચાયેલી પણ છે. લોકશાહીના નામે અરાજકતા પણ પગપેસારો કરી રહી છે. જ્યાં ધર્મ આધારિત રાષ્ટ્રો છે ત્યાં ઓછામાં ઓછી હિંસા છે તો બીજી બાજુ બિનસાંપ્રદાયિકતાને વરેલાં રાષ્ટ્રોમાં વધુ ને વધુ કોમી હિંસાની આગ ફેલાયેલી છે. આ દેશના રાષ્ટ્રધ્વજમાં અશોકચક્રને સ્થાન આપવામાં આવેલું છે તે સમ્રાટ અશોકને આજે પણ એક આદર્શ રાજા માનવામાં આવે છે. સમ્રાટ અશોકની રાજનીતિમાં પરિવર્તન આણનારા તેમના ધર્મગુરુ ભગવાન બુદ્ધ હતા. આજના રાજકારણીઓ ભારતના મહાન રાજા સમ્રાટ અશોક અને ભગવાન બુદ્ધ એ બેઉની વિચારધારાને ભૂલી સત્તા પ્રાપ્ત કરવા માટે તમામ નીતિ-નિયમોને વેગળે મૂકી રહ્યા છે ત્યારે ભગવાન બુદ્ધે પ્રજાતંત્ર અને તેના શાસકો કેવા હોવા જોઈએ, તેનું વિસ્તૃત માર્ગદર્શન આપેલું છે. એ યાદ રહે કે ભગવાન બુદ્ધે કરોડો લોકોને ઉપદેશ આપ્યો હતો, તેમાં યશ કુળના પુત્ર, કાશ્યપ બંધુઓ, સારિપુત્ર, મોદગલ્યાયન, મગધના રાજા બિંબીસાર, અનાથ પિંણ્ડક, રાજા પ્રસેનજિત, જીવક અને રટ્ટપાલ વગેરે હતા. તેમની પાસે દીક્ષા લેવાવાળાઓમાં તેમના પિતા અને કપિલવસ્તુના રાજા શુદ્ધોધન, માતા મહાપ્રજાપતિ યશોધરા, પત્ની યશોધરા અને પુત્ર રાહુલ પણ હતાં.
|
No comments:
Post a Comment