નવી દિલ્હી, તા. 18
ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતીકાલે છે. શાસ્ત્રોમાં બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવ્યો છે. આની પર સારી વાત એ છે કે આ દિવસોમાં બુધ પોતાની સ્વરાશિ કન્યામાં હશે. આની પર સોનામાં સુગંધ ભળે એ વાત છે કે આ દિવસે સ્વાતિ નક્ષત્ર અને રવિયોગનો પણ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે એકલો રવિયોગ ઘણાં અશુભ યોગનો નાશ કરનારો હોય છે. આ યોગમાં જે પણ કરવામાં આવે છે તેમાં સફળતા મળે જ છે.
ગણેશ ચતુર્થી પર તુલાનું ચંદ્રમાં, બુધવાર, સ્વાતિ નક્ષત્ર અને રવિયોગનો સંયોગ 1985માં બન્યો હતો. હવે ત્રીસ વર્ષ સુધી આ પ્રકારનો સંયોગ નહીં બને. બુધવારના રોજ ગણેશ ચતુર્થીનો સંયોગ આ પહેલા વર્ષ 2008માં બન્યો હતો અને 2012 પછી 2022માં બનશે. શાસ્ત્રો અનુસાર ગણપતિનો જન્મ ભાદ્રપદ શુક્લપક્ષ ચતુર્થીના દિવસે બુધવારના રોજ મધ્યાન્હના સમયે થયો હતો. આ વખતે પણ ગણેશ ચતુર્થીના દિવસે બુધવારનો મધ્યાન્હનો સમય મહત્વપૂર્ણ છે, તો આ સમયે ગણપતિની પૂજાની સાથે સાથે મહત્વપૂર્ણ સંયોગમાં ગણપતિ સ્થાપન કરી શકાય.
વ્યાવસાયિકો અનુસાર આ વખતે ગણેશ ચતુર્થી ખાસ લાભપ્રદ રહેશે. આ દિવસે ચંદ્રમાં શુક્રની રાશિ તુલામાં હશે જેનાથી વિલાસિતા અને સૌંદર્ય સાથે સંકળાયેલ ચીજવસ્તુ પ્રત્યે રુચિ વધશે. સુખ-સમૃદ્ધિ પ્રત્યે લોકોનું વલણ વધશે. ગણેશજીનું પૂજન જીવન સ્તરને ઊંચું કરવામાં સહાયક થશે. ખરીદ-વેચાણ કરવા માટે અને નવા કાર્યો શરૂ કરવા માટે પણ ગણેશ ચતુર્થીનો દિવસ ઉત્તમ રહેશે.
આ ન્યૂઝ પર પણ કરો નજર:
આ ગણપતિ દાદા પર્યાવરણ બચાવવામાં કરશે ખૂબ મદદ! | |
ભગવાન ગણેશની મૂર્તિઓ જળમાં વિસર્જિત કરવાથી પર્યાવરણને થનાર નુકસાનથી હવે ડરવાની કોઈ જરૂર... |
સુખ-સમૃદ્ધિ તમે ઈચ્છતા હોવ તો કરો, શ્રી ગણેશના આ રૂપોની પૂજા! | |
હિન્દુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે પ્રથમ પૂજ્ય દેવતા શ્રી ગણેશ છે કારણ કે ગણેશજી બુદ્ધિ, સુખ, સમૃદ્ધિ અને વિદ્યાના દાતા છે. તેમની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માન... |
ઘરમાં વાસ્તુ દોષ નડતો હોય તો આ રહ્યો તેને ઉકેલ | |
તમામ શુભ કાર્યમાં સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવી અનિવાર્ય છે. તેવી રીતે ઘરમાં કોઈ વિઘ્ન કે હાનિ થતી હોય તો વાસ્તુની સમસ્યા હોઈ શકે છે, જેથી કરીને ગણેશજીની આરાધના... | |
ભાગ્ય સાથ ન આપી રહ્યું હોય તો કરો આ સરળ ઉપાય | |
દરેક માનવી એવું ઈચ્છે છે કે તેને ધન, સંપત્તિ અને માન-સન્માન મળે. આ માટે તેઓ દિવસ-રાત સતત મહેનત કરે છે જેમાં કેટલાક સફળ થાય છે તો કેટલાક નિષ્ફળ થાય છે. જો ... |
No comments:
Post a Comment