Friday, May 10, 2013

હવે કૈલાસ યાત્રા કરવામાં ઓછો સમય લાગશે


તા. ૯
કૈલાસ યાત્રાના જાહેર કરવામાં આવેલા રૂટચાર્ટ અનુસાર આ વખતે કૈલાસ યાત્રા કરવામાં ઓછો સમય લાગશે. ગયા વર્ષે ૨૮ દિવસમાં સમાપ્ત થયેલી યાત્રા આ વખતે ૨૨ દિવસમાં જ સમાપ્ત થઈ જશે એટલે કે છ દિવસ વહેલાં જ યાત્રા પૂરી થશે. યાત્રા ૧૨મી જૂનના રોજ શરૂ થઈ રહી છે. આ યાત્રા માટે ભારત-તિબેટ સીમા પોલીસ (આઈટીબીપી)એ બધી જ તૈયારીઓ પૂરી કરી લીધી છે.
આઈટીબીપીની સાતમી વાહિનીના પ્રમુખ કેદારસિંહ રાવતે જાણકારી આપતાં જણાવ્યું કે કૈલાસ યાત્રાએ જનાર પ્રથમ ટુકડી ૧૨મી જૂનના રોજ દિલ્હીથી અલ્મોડા તરફ રવાના થશે. આ ટુકડી ૧૩મી જૂને ધારચૂલા પહોંચશે, ત્યારબાદ ૧૪મી જૂને સિર્ખાથી પદયાત્રા શરૂ થશે. યાત્રાદળ ૧૫મી જૂને ગાલા, ૧૬મી જૂને બુંદી અને ૧૭મી જૂનના રોજ ગુંજી પહોંચશે. ૧૮મી જૂનના રોજ ગુંજીમાં યાત્રાળુઓનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે. તબીબી પરીક્ષણ પાસ કરનારને જ અહિંયાંથી આગળ જવાની પરવાનગી આપવામાં આવશે. ૧૯મી જૂને નાભિઢાંગ અને ૨૦મી જૂને પ્રથમ ટુકડી ચીનની સીમામાં પ્રવેશ કરશે ત્યારબાદ યાત્રાળુઓની ટુકડી કૈલાસ પર્વતની પરિક્રમા કર્યા બાદ ૩જી જુલાઈના રોજ પરત દિલ્હી આવી જશે. ૯મી સપ્ટેમ્બરે યાત્રા સમાપ્ત થઈ જશે. ગયા વર્ષ સુધી યાત્રા ૩૦મી સપ્ટેમ્બરે સમાપ્ત થતી હતી પરંતુ આ વર્ષે ૯મી સપ્ટેમ્બરે યાત્રા સમાપ્ત થઈ જશે. યાત્રામાં ૧૮ ટુકડીઓ જશે. મેડિકલ ટીમ મે મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં ગુંજી પહોંચી જશે. યાત્રાળુઓની સુરક્ષા માટે આઈટીબીપીની વિશેષ ડિઝાસ્ટર ટીમ લખનપુરથી બૂંદી સુધી તૈનાત કરી દેવામાં આવશે.

Wednesday, May 1, 2013

ગજબના રામભક્ત :દરેક શબ્દે રામ દેખાય તેમ લખ્યું સુંદરકાંડ

રામપુર, 20 એપ્રિલ

ઝુનૂન અને મહેનતથી દરેક કામ પાર પાડી શકાય છે. એવા જ એક ઝુનૂની છે 65 વર્ષીય હરિ વિષ્ણુ ગુપ્તા, જેમણે 30 મહિનામાં આખી સુંદર કાંડ રામ નામથી લખી નાંખી છે. તેમણે દરેક શબ્દમાં અને અંકમાં રામ નામનો પ્રયોગ કર્યો છે. રામ નામથી શરૂ થતી હનુમાન ચાલીસા પણ તેમણે લખી છે. હવે તેઓ રામચરિત માનસ લખવા જઈ રહ્યાં છે.

રેલ્વેમાંથી રિટાયર્ડ થયા બાદ રામપુર બાગ નિવાસી વિષ્ણુએ ઘરે બેસી રહેવાની જગ્યાએ કંઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. તેમણે મોટાભાઈ સીતારામ પાસેથી પ્રેરણા મેળવી અને સર્જનશક્તિમાં જોડાઈ ગયાં.

તેમણે પહેલાં હનુમાન ચાલીસા લખી હતી અને બાદમાં 173 પાના પર સુંદર કાંડ લખ્યું હતું. તેમણે કોઈ પણ શબ્દે કે અંક પર રામનુ નામ દેખાય તેવી રીતે સુંદર કાંડ કથ લખી છે. તેમણે બાલકાંડથી રામચરિત માનસ લખવાની શરૂઆત પણ કરી દીધી છે, જે ત્રણ વર્ષની અંદર પૂરી થશે. તેઓ  આ લખાણ માટે ચાર કલરની પેનનો ઉપયોગ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના લખાણને હસ્તલિખિત ગ્રંથોને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરશે અને રામચરિત માનસને કોઈ સંગ્રહાલયને સોંપશે. 

ઘરમાં શા માટે ભગવાનની તસવીર હોવી જોઈએ?

1, મે

દરેક ઘરમાં ભગવાનની તસવીરો જોવા મળે છે. ધર્મ ભલે કોઈપણ હોય, પરંતુ ઘરમાં ધાર્મિક પ્રતીક રાખવું તે દરેક ધર્મોમાં શુભ મનાય છે. હિંદુઓના ઘરમાં દેવી દેવતાઓની, મુસ્લિમોના ઘરમાં મક્કા-મદીનાની, શીખોના ઘરમાં વાહેગુરુની તો ખ્રિસ્તી પરિવારોમાં જીસસની તસવીરો જોવા મળતી હોય છે. તમને એવો વિચાર આવે છે ખરા કે ઘરમાં શા માટે ભગવાનની મૂર્તિઓ રાખવામાં આવતી હોય છે? ૉ

તેના પાછળ મનોવૈજ્ઞાનિક કારણ કામ કરે છે. ઘરમાં ભગવાનની મૂર્તિઓ લગાવવાથી અને તેની નિયમિત રીતે પૂજા અર્ચના કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં નાના નાના ફેરફારો કરીને તમે માનસિક શાંતિ મેળવી શકો છો.

ઘરમાં તસવીરો કે મૂર્તિ તો બધાં સામાન્ય રીતે મૂકતાં હોય છે, પરંતુ તેને યોગ્ય દિશામાં મૂકતાં ફાયદો થઈ શકે છે. યોગ્ય દિશામાં મૂકેલ મૂર્તિ કે તસવીર તમને સતત અહેસાસ કરાવે છે કે ઘરમાં ભગવાન વસેલાં છે. તસવીરો અજાણ રીતે પણ તમને આત્મશક્તિ પૂરી પાડે છે. ઘરમાં રહેલ ભગવાનની મૂર્તિ તમને ખોટાં કામો કરતાં અટકાવે છે.

Wednesday, April 10, 2013

નવ દેવીને ભજવાનો અવસર ચૈત્રી નવરાત્રિ


કવર સ્ટોરી - સુખદેવ આચાર્ય
ચૈત્રી નવરાત્રિમાં જગતજનની મા ભગવતી નું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે તેઓ કોઈ ને કોઈ રીતે દેવીની ઉપાસના કરે છે, ભલે પછી તેનું સ્વરૂપ અલગ-અલગ હોય. જેમકે, વ્રત રાખે, મંત્ર-જાપ કરે, અનુષ્ઠાન કરે અથવા પોતાની શ્રદ્ધા-ભક્તિ અનુસાર કર્મ કરતા રહે. આસો અને ચૈત્રી એમ બન્ને નવરાત્રિની લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આસો માસની નવરાત્રિમાં ઘટસ્થાપન કરવામાં આવે છે અને ગરબા પણ રમવામાં આવે છે, જ્યારે ચૈત્રી નવરાત્રિમાં ઘટસ્થાપન કરીને નવ દિવસ સુધી દેવીની ઉપાસના કરવામાં આવે છે.
ચૈત્રી નવરાત્રિમાં મોટાભાગનાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટસ્થાપન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસથી નવ વર્ષની બેલા શરૂ થાય છે. આ નવરાત્રિ અનુષ્ઠાન, હવન, ઉપાસના વગેરે માટેનું ઉત્તમ પર્વ છે. દરેક જણ મા શક્તિ પોતાનાં દુઃખ અને કષ્ટ દૂર કરે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવી સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જાપ-હવન કરે છે, કોઈ મહાકાળીની ઉપાસના કરે છે, તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તે સ્વરૂપ હોય, પરંતુ ઉપાસના તો શક્તિની જ થાય છે.
ચૈત્રી નવરાત્રિનું ઉત્તર ભારતમાં વિશેષ મહત્ત્વ છે. ઉત્તર ભારતમાં શક્તિપીઠોમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી માતાની આરાધના શરૂ થાય છે. રામાયણ અને રામચરિત માનસનો પાઠ થાય છે. દસ દિવસ સુધી શાકાહાર, સદ્ આચરણ અને બ્રહ્મચર્ય સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે. નોમના દિવસે રામ જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે. ઉત્તર ભારતમાં નવરાત્રિ દરમિયાન મેળાઓ પણ ભરાય છે. દક્ષિણ ભારતમાં પ્રથમ દિવસે વિશેષ પૂજા થાય છે. આંબાનાં પાન અને નાળિયેરથી સજાવેલો કળશ દરવાજે
રાખવામાં આવે છે. નવમીના દિવસે રામમંદિરોમાં ભક્તોનું કીડિયારું ઊભરાય છે અને ત્યાં ભક્તોને વિશેષ પ્રસાદ વહેંચાય છે.
દક્ષિણ ભારતમાં ચૈત્રી નવરાત્રિને યુગાદી તરીકે ઓળખવામાં આવે છે. આ નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ દિવસે સંસારનો આરંભ થયો હશે. એવી માન્યતા પણ છે કે ચૈત્ર માસના સુદ પક્ષના પ્રથમ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો આરંભ કર્યો હતો.
તહેવાર હોય એટલે તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાનગીઓ પણ હોય. તે જ રીતે ચૈત્રી નવરાત્રિની કેટલીક વિશેષ વાનગીઓ છે. ઉત્તર ભારતમાં નવ દિવસ સુધી સંપૂર્ણ શાકાહાર અને ઉપવાસ કરવામાં આવે છે. ત્યારબાદ નવમા અને દસમા દિવસે વિશેષ વાનગીઓ જેમ કે, ખીર-પૂરી, મીઠાઈઓ વગેરે બનાવવામાં આવે છે.
આંધ્ર પ્રદેશમાં કાચી કેરીમાંથી બનાવેલી વાનગી 'પુલિહોરા' અને 'બોબ્બત્લૂ' બનાવવામાં આવે છે. કર્ણાટકમાં પણ આ જ વાનગીઓ બનાવવામાં આવે છે, પરંતુ તેને અહીં 'પુલીઓગેરે' અને 'હોલીગે' કહેવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મરાઠી લોકો'પૂરણપોળી' બનાવે છે, જે ત્યાંની મુખ્ય વાનગી છે.
 નવદુર્ગાનાં નવ સ્વરૂપનું પૂજન અને ફળ
ચૈત્રી નવરાત્રિના નવ દિવસ સુધી આદ્યશક્તિનાં વિવિધ નવ સ્વરૂપોનું પૂજન-આરાધના કરવામાં આવે છે. દેવીના પૂજનથી ખૂબ જ શુભ ફળ મળે છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ પ્રકારનાં ફળની ઇચ્છા વગર જ દેવીની ઉપાસના કરવી જોઈએ. નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્ત હંમેશાં ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે. બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવાથી સાધકને અનંતકોટિ ફળ મળે છે. ત્રીજા દિવસે ચંદ્રઘંટાની પૂજા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. સાધકના વીરતાના ગુણોમાં વૃદ્ધિ થાય છે. ચોથા દિવસે કુષ્માંડાની પૂજા કરવાથી સાધકના રોગ-શોક દૂર થાય છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. પાંચમા દિવસે સ્કંદમાતાનું પૂજન કરવાથી ભક્તની ઇચ્છાર્પૂિત થાય છે તથા શત્રુઓનું શમન થાય છે. છઠ્ઠા દિવસે કાત્યાયનીની પૂજા કરવાથી ભક્તમાં શક્તિનો સંચાર થાય છે. સાતમા દિવસે કાલરાત્રિનું પૂજન કરવાથી ભક્તના દુશ્મનોનો નાશ થાય છે તથા તેજમાં વૃદ્ધિ થાય છે. આઠમા દિવસે મહાગૌરીનું પૂજન કરવાથી પાપોનો નાશ થાય છે અને નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે. નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી માની અસીમ કૃપા ભક્ત પર વરસે છે.
 ચૈત્રી નવરાત્રિ પાછળના વિવિધ દૃષ્ટિકોણ
વિદ્વાનોના મતે ચૈત્ર માસના વદ પક્ષની સમાપ્તિની સાથે ભૂલોકના પરિવેશ (વાતાવરણ)માં એક વિશેષ પરિવર્તન જોવા મળે છે. આ દરમિયાન ઋતુઓના પરિવર્તનની સાથે નવરાત્રિનો તહેવાર મનુષ્યના જીવનમાં બાહ્ય અને આંતરિક પરિવર્તનમાં એક વિશેષ સંતુલન સ્થાપવામાં મદદરૂપ બને છે. જે રીતે બાહ્ય જગતમાં પરિવર્તન થાય છે તે જ રીતે મનુષ્યના શરીરમાં પણ પરિવર્તન થાય છે, તેથી નવરાત્રિના ઉત્સવના આયોજનનો ઉદ્દેશ એ હોય છે કે મનુષ્યની અંદર યોગ્ય પરિવર્તન કરીને તેને બાહ્ય પરિવર્તનને અનુકૂળ બનાવી સ્વયં અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવી રાખવાનું છે.
વર્ષના તમામ દિવસ દેવી સાધના કે ઉપાસના માટે શ્રેષ્ઠ જ હોય છે. માને ભજવા માટે કોઈ મુહૂર્તની જરૂર નથી હોતી, પરંતુ નવરાત્રિ એ એક એવો સમય છે જ્યારે સામાન્ય દિવસોમાં પૂજા-આરતી ન કરતી વ્યક્તિને પણ માના ગુણગાન ગાવાની તક સાંપડે છે અને તે યથાશક્તિ માની ઉપાસના કરી શકે છે. વર્ષમાં બે મુખ્ય નવરાત્રિ આવે છે, જેમાંથી એક છે આસો માસની નવરાત્રિ, જેને શારદીય નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે અને ચૈત્રી નવરાત્રિ જે સાધના-ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે
નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી પૂજા-અર્ચના, વ્રત-ઉપાસના વગેરે દ્વારા પર્યાવરણની શુદ્ધિ થાય છે. સાથે-સાથે મનુષ્યના શરીર અને ભાવનાની પણ શુદ્ધિ થાય છે, કારણ કે વ્રત-ઉપવાસ શરીરને શુદ્ધ કરવાની પારંપરિક રીત છે. આ જ કારણ છે કે વિશ્વના તમામ મુખ્ય ધર્મોમાં વ્રત-ઉપવાસનું વિશેષ મહત્ત્વ છે. હિન્દુ સંસ્કૃતિમાં યુગો-યુગોથી નવરાત્રિ દરમિયાન વ્રત કરવાનું વિધાન છે. વ્રતના માધ્યમથી સૌ પ્રથમ મનુષ્યનું શરીર શુદ્ધ થાય છે. શરીર શુદ્ધ હોય તો મન અને ભાવનાઓ પણ શુદ્ધ થાય છે. શરીર શુદ્ધિ વગર મન તથા ભાવની શુદ્ધિ શક્ય નથી. ચૈત્રી નવરાત્રિ દરમિયાન બધા જ પ્રકારનાં વ્રત-ઉપવાસ શરીર અને મનની શુદ્ધિમાં મદદરૂપ બને છે.
નવરાત્રિમાં કરવામાં આવેલાં વ્રત-ઉપવાસની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર થાય છે. ઉપવાસથી સ્વાસ્થ્ય સુધરે છે અને રોગકોષો દૂર રહે છે. આ સિવાય ધૂમધામપૂર્વક નવરાત્રિ મનાવવાથી આપણને સુખાનુભૂતિ તથા આનંદાનુભૂતિ પણ થાય છે.
મનુષ્યના આનંદની અવસ્થા જ સૌથી ઉત્તમ અવસ્થા હોય છે. જ્યારે વ્યક્તિ આનંદની અવસ્થામાં હોય છે ત્યારે તેના શરીરમાં તણાવ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મ કોષ સમાપ્ત થઈ જાય છે, જે આપણા શરીર માટે લાભદાયક છે તથા નવી વ્યાધિઓથી બચાવવાની સાથે રોગ થયો હોય તો શીઘ્ર રોગમુક્ત કરે છે.
દેવી ભાગવતના આઠમા સ્કંધમાં દેવી ઉપાસનાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. દેવીનું પૂજન, અર્ચન, ઉપાસના, સાધના કરવાથી તથા ભોગ ધરાવવા અને દાન કરવાથી આ લોક અને પરલોક બંને સુખ આપનારા બને છે.
* પ્રતિપદા (એકમ): આ દિવસે દેવીનું ષોડશોપચારે પૂજન કરીને નૈવેદ્ય તરીકે દેવીને ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. માનાં ચરણોમાં ધરાવેલું ઘી પછીથી બ્રાહ્મણોને વહેંચી દેવાથી વિવિધ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે.
* બીજ -  આ દિવસે દેવીને ખાંડનો ભોગ ધરાવવો જોઈએ અને ત્યારબાદ તેનું દાન કરી દેવું જોઈએ. ખાંડનો ભોગ ધરાવવાથી વ્યક્તિ દીર્ઘજીવી બને છે.
* ત્રીજ - આ દિવસે દેવીને દૂધનો ભોગ ધરાવવો જોઈએ. પછી તેનું ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરી દેવું જોઈએ. દેવીને દૂધનો ભોગ ધરાવવાથી વ્યક્તિનાં સમસ્ત દુઃખો દૂર થાય છે.
* ચોથ - આ દિવસે દેવીને માલપૂઆનો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. માલપૂઆનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની વિપત્તિઓનો નાશ થાય છે.
* પાંચમ -  આ દિવસે દેવીને કેળાંનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરવું જોઈએ. દેવીને કેળાંનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ, વિવેકનો વિકાસ થાય છે. વ્યક્તિના પારિવારિક સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
* છઠ્ઠ -  આ દિવસે દેવીને મધુ (મધ)નો ભોગ ધરાવીને તેનું ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરવું જોઈએ. મધુનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
* સાતમ -  આ દિવસે દેવીને ગોળનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું યોગ્ય પાત્રને દાન કરવું જોઈએ. ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સમસ્ત શોક દૂર થાય છે.
* આઠમ -  આ દિવસે દેવીને શ્રીફળ (નાળિયેર)નો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. શ્રીફળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે.
* નોમ -  આ દિવસે દેવીને વિવિધ પ્રકારનાં ધાન્યમાંથી બનાવેલી વાનગીઓનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ. દેવીને વિવિધ ધાન્યોની વાનગીઓનો ભોગ ધરાવવાથી વ્યક્તિના આ લોક અને પરલોક સુધરે છે.

Thursday, April 4, 2013

તિબેટિયન ર્મૂતિકાર રશિયામાં સૌથી ઊંચી બૌદ્ધ પ્રતિમા બનાવશે


મોસ્કો, 4 એપ્રિલ
સિંહાસન પર બેઠેલા બૌદ્ધની ૧૫ મીટર ઊંચી પ્રતિમા લાખો ડોલર દાનથી બનાવાઈ રહી છે
રશિયાના તુવા પ્રાંતમાં તિબેટના ર્મૂતિકાર બૌદ્ધની પ્રતિમા બનાવી રહ્યા છે, જે દેશની સૌથી ઊંચી બૌદ્ધ પ્રતિમા હશે. તુવા બૌદ્ધિસ્ટ યુનિયનના અધ્યક્ષ બુઆન બસ્કાઈના જણાવ્યાનુસાર આ પ્રતિમામાં બૌદ્ધ ભગવાન સિંહાસન પર બેઠેલા બતાવવામાં આવશે. પ્રતિમાને બૌદ્ધ ગણરાજ્યની રાજધાની કાઇજિલમાં ડોગી માઉન્ટેન પર સ્થાપવામાં આવશે. તુવાની વસતી ૩,૧૯,૦૦૦ વસતી છે,તેમાંથી ૫૩ ટકા લોકો બૌદ્ધિસ્ટ છે. ૨૦૧૧થી છ મીટર ઊંચા સિંહાસનનું ચાલી રહ્યું છે અને હવે બૌદ્ધ પ્રતિમા બન્યા બાદ તેની ઊંચાઈ લગભગ ૧૫ મીટર સુધીની થઈ જશે. આ પ્રતિમાના નિર્માણનો ખર્ચ અંદાજે ૩,૮૩,૦૦૦ લાખ ડોલરથી ૪,૧૫,૦૦૦ લાખ ડોલર છે, જોકે દાનમાં મળનારા રૃપિયાથી જ પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે.
હાલ પશ્ચિમ રશિયાના કાલ્માઇકીના ઇલિસ્ટામાં બૌદ્ધની સૌથી ઊંચી પ્રતિમા છે. તેની ઊંચાઈ ૧૦ મીટર છે. આ પ્રતિમા યુરોપમાં સ્થિત બૌદ્ધની પ્રતિમાઓમાંથી સૌથી ઊંચી છે. વિશ્વનું સૌથી ઊંચું બૌદ્ધ સ્મારક ચીનના હેનાન પ્રાંત સ્થિત સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધામાં મૂકવામાં આવેલું છે. તેની ઊંચાઈ ૧૫૩ મીટર છે.

Sunday, March 31, 2013

THE CROSS



               

                           The Cross.......
The Cross of Christ
Intersection of death with Life
Overlap of justice and mercy
Union of joy with strife


 The Cross of Crucifixion
Beams vertical and horizontal meet
Divine mercy flowing downward
Scales of justice balancing sweet




The Cross of our Lord
Altar of Sacrifice lifted high
That all looking to Jesus Christ
May to the Father be nigh


 The Cross of Calvary
An expression of highest Love
God dying for His creation
That man may be with Him above



The Cross of Jesus
Heavy, yet it He did embrace
Suffering condemnation and cruelty
To save from sin the human race


 The Cross of Golgotha
Water and blood from Christ did flow
That all cleansed by His Sacrifice
Would divine love and mercy know



The cross of my life
Small when to my Lord’s I compare
Sweet to share His suffering
With me eternal riches He does share


 The cross, the divine intersection
May we embrace with grateful heart
For in the moment we accept it

Flow of God’s graces do then start



The Cross of Christ
May it convict the heart and mind
For in repentance and transformation
Divine joy and peace we find

The Cross of my Lord
May it remind me continually
Of the unending, undying love
That my Savior has for me



Behold the Cross of Calvary
Expressing my Lord’s Love
He died for me, His daughter
That I may be with Him above

And he bearing his cross went forth
into a place called the place of a skull,
which is called in the Hebrew Golgotha:
Where they crucified him, and two other
with him, on either side one,
and Jesus in the midst.

Thursday, March 7, 2013

...અહીં હનુમાનજીને એક અરજી લખો, થઈ જશે મનોકામના પૂરી!

દરભંગા 07, માર્ચ

તમે હનુમાનજીના મંદિરમાં જતા શ્રદ્ધાળુઓને લાડુ, અગરબત્તી, તેલ અને ફૂલ સહિત કેટલીક પૂજન સામગ્રી લઈ જતા ભક્તો તો જોયા હશે, પરંતુ બિહારના દરભંગામાં એક એવું હનુમાનનું મંદિર છે, જ્યાં લોકો લખવા માટે પેન પણ સાથે લઈ આવે છે. માન્યતા છે કે આ મંદિરની દિવાર પર મનોકામના લખવાથી શ્રદ્ધાળુંની મનોકામના જરૂર પૂરી થાય છે.

આ મંદિર કામેશ્વર સિંહ દરભંગા સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સામે તાવના કિનારાના મોતિમહેલ વિસ્તારમાં છે. મંદિરની પાછળ પણ તળાવ છે અને આગળ પણ તળાવ છે. મહાવીર મંદિરની વિશેષતા અને માન્યતાના કારણે લોકો તેને 'મનોકામના મંદિર' પણ કહે છે. લોકોનું કહેવું છે કે લોકો પોતાની અરજી સફેદ આરસપહામથી બનેલ દાવાલ પર લખી દે છે, તેમની મનોકામના પૂરી થઈ જાય છે.

ઘણા વર્ષો જુના આ મંદિરની દેખરેખ કામેશ્વર ન્યાય બોર્ડ રાખે છે. કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના દરભંગાના રાજા રામેશ્વર સિંહે કરાવી હતી. મંદિરના પૂજારી ધ્રુવકાંત ઝાએ આઈએએનએસને જણાવ્યું કે આ મંદિરમાં રોજ સેંકડો શ્રદ્ધાલુંઓ ભગવાન હનુમાનની પૂજા કરવા આવે છે, જેમાં સૌથી વધારે લોકો તો પોતાની મનોકામના લખવા આવે છે.