Thursday, March 7, 2013

...અહીં હનુમાનજીને એક અરજી લખો, થઈ જશે મનોકામના પૂરી!

દરભંગા 07, માર્ચ

તમે હનુમાનજીના મંદિરમાં જતા શ્રદ્ધાળુઓને લાડુ, અગરબત્તી, તેલ અને ફૂલ સહિત કેટલીક પૂજન સામગ્રી લઈ જતા ભક્તો તો જોયા હશે, પરંતુ બિહારના દરભંગામાં એક એવું હનુમાનનું મંદિર છે, જ્યાં લોકો લખવા માટે પેન પણ સાથે લઈ આવે છે. માન્યતા છે કે આ મંદિરની દિવાર પર મનોકામના લખવાથી શ્રદ્ધાળુંની મનોકામના જરૂર પૂરી થાય છે.

આ મંદિર કામેશ્વર સિંહ દરભંગા સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સામે તાવના કિનારાના મોતિમહેલ વિસ્તારમાં છે. મંદિરની પાછળ પણ તળાવ છે અને આગળ પણ તળાવ છે. મહાવીર મંદિરની વિશેષતા અને માન્યતાના કારણે લોકો તેને 'મનોકામના મંદિર' પણ કહે છે. લોકોનું કહેવું છે કે લોકો પોતાની અરજી સફેદ આરસપહામથી બનેલ દાવાલ પર લખી દે છે, તેમની મનોકામના પૂરી થઈ જાય છે.

ઘણા વર્ષો જુના આ મંદિરની દેખરેખ કામેશ્વર ન્યાય બોર્ડ રાખે છે. કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના દરભંગાના રાજા રામેશ્વર સિંહે કરાવી હતી. મંદિરના પૂજારી ધ્રુવકાંત ઝાએ આઈએએનએસને જણાવ્યું કે આ મંદિરમાં રોજ સેંકડો શ્રદ્ધાલુંઓ ભગવાન હનુમાનની પૂજા કરવા આવે છે, જેમાં સૌથી વધારે લોકો તો પોતાની મનોકામના લખવા આવે છે.

No comments:

Post a Comment