Tuesday, April 1, 2014

ચાલો દર્શન કરીએ.

ચાલો દર્શન કરીએ...**

વારાણસીના કાશીવિશ્વનાથ મંદિરના દર્શન કરો...

- કાશીવિશ્વનાથ હિન્દુ ધર્મનુ સૌથી મહત્વનું મંદિર છે...

સનાતન સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું સૌથી મહત્વનું તીર્થધામ છે, બનારસ..આ શહેરના ત્રણ નામો છે. કાશી, બનારસ અથવા વારાણસી..તરીકે ઓળખાતા આ નગરની વિશેષતા એ છે કે, અહીં ઘરો કરતા મંદિરોની સંખ્યા વધારે છે. કાશીમાં ઠેર-ઠેર મંદિરોની હારમાળા જોવા મળે છે. અહીં દિવસ-રાત ભક્તિસભર વાતાવરણ છવાયેલુ રહે છે. પરંતુ, કાશીની વાત કરીએ તો કાશીવિશ્વનાથનું નામ પહેલા આવે..કહેવાય છે કે, કાશી ભગવાન શંકરની નગરી છે અને અહીં મૌજુદ છે, 12 જ્યોર્તિલીંગ પૈકીનું સૌથી મહત્વનુ જ્યોર્તિલીંગ કાશીવિશ્વનાથ..
alt
વારાણસીના કાશીવિશ્વનાથ મંદિરની આરતીનો લ્હાવો લેવા જેવો છે. સનાતન સંસ્કૃતિના મૂળમાં રહેલી તમામ પરંપરા અને પૂજનવિધીનું સચોટતાથી પાલન કરીને ભગવાન વિશ્વનાથની આરાધના કરવામાં આવે છે. 
alt
બનારસમાં પ્રભાતનું વાતાવરણ અત્યંત આલૌકિક હોય છે. અહીં, ચારે તરફ મંદિરની આરતીનો ઘંટનાદ, વૈદિક મંત્રોચ્ચાર, પૂજનવિધી, સાધના અને જાપનો કર્ણપ્રીય અવાજ સાંભળવા મળે છે. પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરીને ત્યાંથી સીધા મંદિર તરફ દોટ મૂકતા લોકોની ભગવાન પ્રત્યેની અતૂટ શ્રધ્ધાના દર્શન અહીં રોજ થાય છે. અહીં, ગંગાની આરતીનું પણ અનેરૃ મહત્વ છે. 
alt
એક કહેવત પ્રચલિત છે કે, સુરતનું જમણ અને કાશીનું મરણ..તમને જાણીને આશ્ચર્ય થશે કે, અનેક વયોવૃધ્ધો પોતાના જીવનનો અંતિમ તબક્કે ભગવાન શંકરની નગરી કાશીમાં વ્યતિત કરે છે. તેમનુ માનવુ છે કે, કાશીમાં મૃત્યુ થાય તો સીધો મોક્ષ મળે...!!

સૌથી ધનાઢ્ય મંદિર તિરૃપતિ બાલાજીના દર્શન કરો...

- શ્રધ્ધાળુઓ પહેરેલા દાગીના ઉતારીને ભગવાન બાલાજીના ચરણોમાં ધરી દે છે..

આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લામાં હિન્દુઓનું સુપ્રસિધ્ધ યાત્રાધામ તિરૃપતિ બાલાજી આવેલુ છે. સમુદ્રની સપાટીથી 3200 ફુટ ઉપર આવેલી તિરૃમાલાની પર્વતીય ક્ષેત્રમાં બનાવવામાં આવેલુ ભવ્ય વૈંકટેશ્વર મંદિર હિન્દુઓની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. અહીં, દરવર્ષે લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. પુરાતન કાળમાં બનેલુ આ મંદિર બેનમુન વાસ્તુકળા અને શિલ્પકળાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે.
alt
ભગવાન બાલાજીનું મંદિર વૈંકટાદ્રી નામના પર્વત ઉપર બનાવવામાં આવ્યુ હોવાથી તેને વૈંકટેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વૈંકટેશ બાલાજી મંદિરમાં દરરોજ પચાસ હજારથી વધુ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જેને કારણે અહીં દર્શન માટે જતા પહેલા તેનુ એડવાન્સ બુકિંગ કરાવી લેવુ હિતાવહ છે.
alt
શ્રધ્ધાળુઓમાં માન્યતા છે કે, વૈંકટેશ બાલાજી મંદિરમાં દર્શન કર્યા પછી પોતાના વાળનું દાન આપવુ. જેથી તિરુપતિ બાલાજીના દર્શન કર્યા પછી લોકો પોતાના વાળ કઢાવી નાંખે છે. દરરોજ હજારો લોકો અહીં વાળ કઢાવતા હોવાથી તિરૃપતિમાં ટ્રકો ભરીને વાળ એકઠા થાય છે. જેને વીગ બનાવવા માટે વિદેશોમાં સપ્લાય કરવામાં આવે છે.
alt
તિરૃપતિ બાલાજી ભારત દેશના સૌથી ધનાઢ્ય મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ મંદિરની આવક એક રાજ્યની સરકાર કરતા પણ વધારે છે તેવુ જાણકારોનું માનવુ છે. મંદિરમાં દર્શનાર્થે આવનારા અનેક શ્રધ્ધાળુઓ પોતે પહેરેલા સોના-ચાંદીના દાગીના ભગવાનના ચરણોમાં અપર્ણ કરી દે છે.
alt
વૈંકટેશ બાલાજી મંદિરની રચના પાછળ વૈષ્ણવ સંપ્રદાયનો મહત્વનો ફાળો છે. વૈષ્ણવ સંપ્રદાય પ્રેમ અને સામાનતાના સિધ્ધાંતમાં માને છે. બાલાજી મંદિરના મહિમાના ગુણગાન અનેક ધાર્મિકગ્રંથોમાં કરવામાં આવ્યા છે. ભગવાન બાલાજીના દર્શન માટે આવનારા પ્રત્યેક શ્રધ્ધાળુના જીવનમાં સકારાત્મક પરિવર્તન અચૂક આવે છે તેવી પણ ધાર્મિક માન્યતા છે.

બાબા બર્ફાનીના દર્શન, માત્ર એક Click...દ્વારા.....

- અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવા માટે જોખમી યાત્રા ખેડવી પડે છે...

જમ્મુ-કાશ્મીરમાં 13,600 ફૂટની ઉંચાઈ પર હિન્દુઓની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર અમરનાથ આવેલુ છે.
અમરનાથની ગૂફામાં દરવર્ષે શિયાળા દરમિયાન આપોઆપ બરફનુ વિશાળ શિવલીંગ રચાય છે. જેના દર્શન માટે લાખો શ્રધ્ધાલુઓ દુર્ગમ યાત્રા ખેડીને અમરનાથ ગુફા સુધી પહોંચે છે. કડકડતી ઠંડી વચ્ચે બરફના પર્વતોના સીધા અને જોખમી ચઢાણ અને કિલોમીટરો સુધીની પગપાળા યાત્રા કર્યા પછી અમરનાથની ગુફા સુધી પહોંચતા શ્રધ્ધાળુઓ જ્યારે બાબા બર્ફાનીના દર્શન કરે, તે સાથે જ તેમનો સઘળો થાક ઉતરી જાય છે. કહેવાય છે કે, જીવનમાં એક વખત અમરનાથની યાત્રા જરૃર કરવી જોઈએ. અહીં, ભગવાન શંકરનો સાક્ષાત્કાર અચૂક થાય છે.
alt
અષાઢી પૂનમથી માંડીને રક્ષાબંધન સુધી અમરનાથના પવિત્ર શિવલીંગના દર્શન થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, અમરનાથ ગુફામાં એક નિશ્ચિત સ્થળે પાણી ટપકતુ રહે છે. શિયાળામાં આ પાણી બરફ બની જાય છે અને ધીરેધીરે તે શિવલીંગનો આકાર પામી લે છે. પ્રાકૃતિક રીતે સર્જાતી આવી વિરલ ઘટનાને નજરે નિહાળવા માટે અને પવિત્ર શિવલીંગના દર્શન માટે લાખો શ્રધ્ધાળુઓ દરવર્ષે અમરનાથ પહોંચે છે.
alt
અમરનાથના શિવલીંગની ઉંચાઈ અંદાજીત દસેક ફુટ જેટલી હોય છે. પરંતુ, જેમ-જેમ ઠંડીનું પ્રમાણ ઘટતુ જાય તેમતેમ શિવલીંગ પિગળવા માંડે છે અને તેની ઉંચાઈ ઘટવા લાગે છે. અમરનાથ શિવલીંગની આજુબાજુમાં ગણેશ, ભૈરવ અને પાર્વતી નામના જુદાજુદા પર્વતો છે. અહીં, શિવ પરિવાર પર્વતના સ્વરૃપે મૌજુદ છે.
અમરનાથની ગુફામાં બીજો એક ચમત્કાર એવો સર્જાય છે કે, અહીં કબુતરોની બેલડી હંમેશા રહે છે. નર અને માદા કબુતરો ગુફાની ઉપર રહે છે. અચંબિત કરી દે તેવી વાત એ છે કે, ગુફાનું તાપમાન શૂન્યથી નીચે રહેતુ હોવા છતાંય કબુતરોને તેની કોઈ માઠી અસર થતી નથી. વર્ષોથી આ બંને કબુતરો શિવલીંગની આસપાસ જ ઉડ્યા કરે છે. મંદિરના પૂજારી પણ બંનેને ત્યાંથી હટાવતા નથી.
alt
કહેવાય છે કે, અમરનાથની ગુફામાં બેસીને ભગવાન શંકરે માતા પાર્વતીને અમરકથા સંભળાવી હતી. જેને સાંભળીને શુકદેવજી ઋષિ સ્વરૃપે અમર થઈ ગયા હતા. ગુફામાં વસવાટ કરી રહેલા બે કબુતરોને લોકો અમર પક્ષી કહે છે. આ બંને પણ શિવજી દ્વારા વર્ણવવામાં આવેલી અમરકથા સાંભળીને અમરત્વ પ્રાપ્ત કરી ચુક્યા હોવાનુ મનાય છે.

કૈલાશ-માનસરોવરની યાત્રા એક જ Clickમાં.....

- કૈલાશ પર્વત ભગવાન શંકરનું નિવાસસ્થાન ગણાય છે..

- માનસરોવરની સુંદરતા જોઈને શ્રધ્ધાળુઓ અચંબિત થઈ ઉઠે છે...

ભારતની જમીની સરહદે જોડાયેલા ડુંગરાળ પ્રદેશ તિબેટમાં હિન્દુઓનું સૌથી મહત્વનું ધાર્મિક સ્થળ
કૈલાશ-માનસરોવર આવેલુ છે. હિન્દુઓમાં એવી માન્યતા છે કે, ભગવાન શંકરનું નિવાસસ્થાન કૈલાશ પર્વત છે. કૈલાશ પર્વતમાળાની પશ્ચિમમાં માનસરોવર અને દક્ષિણમાં રક્ષાતલ નદી છે. આ પવિત્ર ક્ષેત્રમાંથી બ્રમ્હપુત્ર, સિન્ધુ, સતલુજ જેવી પવિત્ર નદીઓ વહે છે.

alt
કૈલાશ પર્વતને ગણપર્વત અથવા રજતગીરી પણ કહેવામાં આવે છે. કૈલાશ પર્વતની ઉંચાઈ 21,778 ફૂટ છે. બરફથી હંમેશા ઢંકાયેલા રહેતા કૈલાશ પર્વત અને માનસરોવરના આ વિસ્તારને માનસખંડ પણ કહેવાય છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે, આ ક્ષેત્રમાં શિવ, બ્રમ્હા અને અન્ય દેવગણો તથા મરીચ ઋષી, રાવણ અને ભસ્માસુરે વર્ષો સુધી તપ કર્યું હતુ.
alt
કૈલાશ પર્વતમાળા કાશ્મીરથી માંડીને ભૂતાન સુધી ફેલાયેલી છે. જેના લ્હા ચૂ પર્વત અને ઝોંગ ચૂ પર્વતની વચ્ચેના ભાગને કૈલાશ તરીકે ઓળખવામાં આવે છે. કૈલાશ પર્વતની આકૃતિ વિરાટ શિવલીંગ જેવી દેખાય છે. દેવાધિદેવ મહાદેવના આ ભવ્ય નિવાસસ્થાનના દર્શન કરવા માટે દેશ-વિદેશના યાત્રિકો આવી દુર્ગમ યાત્રા ખેડે છે.
alt
કૈલાશ પર્વત હંમેશા બરફથી ઢંકાયેલો રહે છે. સૂર્યોદય થાય ત્યારે તેની ઉપર પડતા કિરણોને કારણે કૈલાશ પર્વત સોનાની જેમ ચળકી ઉઠે છે. કૈલાશ પર્વતના દર્શન સાથે તેની પરિક્રમાનો પણ મહિમા અનેરો છે. કહેવાય છે કે, કૈલાશ પર્વતની 108 વખત પરિક્રમા કરનાર વ્યક્તિ જીવન-મરણના ચક્રવ્યૂમાંથી મુક્ત થઈ જાય છે.
alt
કૈલાશ-માનસરોવર સુધી પહોંચવાના અનેક માર્ગો છે પરંતુ, ઉત્તરાખંડના અલ્મોડાથી અસ્કકોટ થઈને તકલાકોટ વાળો માર્ગ વધુ સરળ અને સુગમ છે. અંદાજીત 544 કિલોમીટર લાંબો આ રસ્તો જોખમી પણ છે. જેમાં અનેક પર્વતશ્રૃંખલા પાર કરવી પડે છે.
alt
કૈલાશ-માનસરોવરની યાત્રા દરમિયાન રસ્તામાં લામાઓના અનેક મઠ આવે છે. આ વિસ્તારમાં ગૌરીકુંડ અને ઔમ્ પર્વતના દર્શન કરવાનો પણ મહિમા છે. ભગવાન શંકરના આ અનોખા તીર્થધામની યાત્રા કરવાનો અનેરો અવસર જેને પ્રાપ્ત થાય તે સૌભાગ્યશાળી મનાય છે.

ઉજ્જૈનના મહાકાલના દર્શન કરો...(ભસ્મ આરતી)

- વિશ્વના એક જ મંદિરે સ્મશાનની ભસ્મથી ભગવાનની આરતી થાય છે...

- મહાકાલની નગરી ઉજ્જૈનમાં મહાકાલ, કાલભૈરવ અને બીજા અનેક મંદિરો છે...

alt
જીએસ ડોટ કોમ - હિન્દુઓના પવિત્ર તીર્થધામ ઉજ્જૈનનાં મહાકાલેશ્વર મંદિરનો સમાવેશ 12 જ્યોર્તિલીંગમાં થાય છે. શિવજીના આ અદભૂત શિવલીંગના દર્શન કરવા માટે દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અહીં આવે છે.
મહાકાલેશ્વરમાં ભસ્મ આરતીનુ મહત્વ ઘણુ છે. અહીં મહાકાલના શિવલીંગ પર સ્મશાનની ભસ્મ ચડાવવાનો રિવાજ હતો. ભસ્મ આરતીમાં હાજરી આપનારા લોકોને મહાકાલેશ્વરનુ રૌદ્ર સ્વરૃપ જોવા મળે છે.
alt
12 જ્યોતિર્લીંગમાં મહાકાલેશ્વરનુ મહત્વ પણ અનેરૃ છે. મહાકાલ મંદિરમાં ભગવાન શંકરની મૌજુદગીનો અહેસાસ ભક્તજનોને થાય છે. મંદિર સંકુલમાં મહાકાલેશ્વરની પૂજા માટેની વિશેષ વ્યવસ્થા છે.
alt
વહેલી સવારે ભસ્મ આરતી પછી ભક્તોને શિવલીંગ પર જળાભિષેક કરવાનો લ્હાવો પ્રાપ્ત થાય છે. ભગવાન શંકરના પ્રસિદ્ધ શિવલીંગ મહાકાલની પૂજન અર્ચનનો પ્રત્યક્ષ અનુભવ લેવો જોઈએ.
alt
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર સાથે કાલભૈરવ અને અન્ય પ્રસિધ્ધ મંદિરોની હારમાળા પણ છે. ઉજ્જૈન નગરી ખરેખર ભગવાન શંકરની નગરી હોવાનુ કહેવાય છે.
altમહાકાલ જ્યોર્તિલીંગને દરરોજ અલગ-અલગ શ્રૃંગાર કરવામાં આવે છે. ભસ્મ આરતી વખતે મહાકાલનુ રૌદ્ર સ્વરૃપ જોવા મળે છે. ત્યારપછી તેમને ફુલો, ભાંગ, ઘરેણા અને બીલીથી સુશોભિત કરાય છે.
alt
ભગવાન મહાકાલેશ્વરના અદભૂત શ્રૃંગારની તસવીર

ચાલો, શિરડીના સાંઈબાબાના દર્શન કરીએ...

- શિરડીમાં સાંઈબાબાના સમાધી મંદિરની તસવીરો...

- સાંઈબાબાની પ્રતિમાના ફોટોગ્રાફ્સ...

યોગી, ફકીર અથવા ગુરૃના નામે સંબોધિત કરાતા સાંઈબાબાના વિશ્વભરમાં લાખો ભક્તો છે. સાંઈબાબાનુ સાચુ નામ, જન્મ, માતા-પિતા અને સરનામા સહિતની કોઈપણ માહિતી કોઈની પાસે નથી પરંતુ, પ્રત્યેક ભક્ત તેમની સાથે ગુરૃ અને શિષ્યના સંબંધથી જોડાયેલો છે. મહારાષ્ટ્રના નાસિકથી 90 કિલોમીટર દૂર આવેલા પવિત્ર યાત્રાધામ શિરડીમાં આવ્યા પછી સાંઈબાબાને તેમનુ નામ સાંઈ મળ્યુ હતુ. આજે પણ શિરડીના કણેકણમાં સાંઈનો વસવાટ છે.
alt
પવિત્ર યાત્રાધામ શિરડી હવે, કરોડો ભક્તો માટે શ્રધ્ધાનુ કેન્દ્રસ્થાન બની ચુક્યુ છે. વાર-તહેવાર અને રજાના દિવસે શિરડીમાં એક સાથે લાખો ભક્તો સાંઈબાબાના દર્શન લાભ લેવા માટે ઉમટી પડે છે. જેને કારણે શિરડી હવે, મહારાષ્ટ્રનું મહત્વનું પર્યટન સ્થળ પણ ગણાય છે.
alt
શિરડીની પવિત્ર ધરતી ઉપર પગ મૂકતાની સાથે સાંઈબાબાનાં નિર્મળ છાંયાનો અહેસાસ થવા લાગે છે. મુશ્કેલીમાં આવેલા ભક્તોની મદદ કરવા માટે સાંઈબાબા હંમેશા તત્પર રહે છે. કહેવાય છે કે, શિરડીમાં સાંઈબાબાના દર્શન કરનાર ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
alt
યાત્રાધામ શિરડીની બીજી વિશેષતા એ છે કે, અહીં, સાંઈબાબાના દર્શન માટેની વ્યવસ્થ બિલકુલ સચોટ અને સુરક્ષિત છે. એક સાથે લાખો શ્રધ્ધાળુઓ કતારમાં ઉભા હોય તેમ છતાંય ધક્કામુક્કી કે, બીજી અગવડતાનો તેઓને અહેસાસ થતો નથી. ક્યારેક ભીડ વધારે હોય તો, કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવુ પડતુ હોય છે પરંતુ, મંદિર સંકુલની અંદર શ્રધ્ધાળુઓની કતારની આસપાસ ચા અને પાણીના સ્ટોલ, યોગ્ય વેન્ટીલેશન અને એરકુલરની વ્યવસ્થા પણ છે. જેને કારણે લાઈનમાં ઉભેલા વ્યક્તિને કોઈપણ પ્રકારની અસુવિધા નડતી નથી.
alt
પૈસાદાર વ્યક્તિ હોય કે, પછી ઝૂપડામાં રહેતો ગરીબ...તમામ વર્ગના લોકોને સાંઈબાબા પ્રત્યે અતૂટ શ્રધ્ધા છે. અહીં, ધર્મ, જ્ઞાતિ કે, સંપ્રદાયના ભેદભાવ વિના તમામ લોકોને આવકાર આપવામાં આવે છે. શિરડી આવનારા યાત્રિકો માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા રહેવાની તથા જમવાની સુવિધા આપવામાં આવે છે. શિરડીના દર્શન, આરતી અને એકોમોડેશન માટે ઈન્ટરનેટ પર બુકિંગની સુવિધા પણ છે.

શનિદેવના દર્શન માટે શિંગણાપુરની મુલાકાત લઈએ...

- શિંગણાપુરમાં શનિદેવ સાક્ષાત બિરાજમાન છે...

મહારાષ્ટ્રના પવિત્ર યાત્રાધામ શિંગણાપુરમાં શનિદેવનું પ્રસિધ્ધ મંદિર આવેલુ છે. આ મંદિરની વિશેષતા એ છે કે, અહીં શનિદેવની પ્રતિમાને જાહેરસ્થળે જ સ્થાપિત કરવામાં આવી છે. જેથી દૂરથી પણ તેમના દર્શન આસાનીથી થઈ શકે છે. શનિ જયંતિના શુભપર્વે અહીં લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. 
alt
શનિદેવના પ્રકોપનો અનુભવ પ્રત્યેક વ્યક્તિને પોતાના જીવનમાં થતો હોય છે. પરંતુ, શિંગણાપુરમાં શનિદેવના પ્રકોપની નહીં પરંતુ, મહિમાની વાતો થાય છે. અહીંના લોકોને શનિદેવ પ્રત્યે અપાર શ્રધ્ધા છે.
alt
શિંગણાપુરમાં શનિદેવની પ્રતિમાને તેલ ચડાવવાનો રિવાજ પ્રચલિત છે. શનિદેવને આંકડાનો હાર અને તેલનો અભિષેક કરવાથી ઈચ્છીત ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે, શનિદેવના નિયમીત દર્શન કરવાથી તેમના પ્રકોપથી બચી શકાય છે. 
alt
શિંગણાપુરમાં શનિદેવ સાક્ષાત બિરાજમાન છે અને તેથી જ ગામની દરેક ઈમારતો ઉપર તેમની કૃપા વરસી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે, શિંગણાપુરના ઘરો, દુકાનો અને બેંકોમાં દરવાજા રાખવાનો રિવાજ નથી. અહીંના તમામ ઘરો, દુકાનો અને બેંકોને ખુલ્લી જ રાખવામાં આવે છે. પરંતુ, તેમાં કોઈ દિવસ ક્યારેય ચોરી થતી નથી. 

ત્ર્યંબકેશ્વર જ્યોર્તિલીંગના દર્શન કરો...

- બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ..ત્રણે દેવો એક જ જ્યોર્તિલીંગમાં મૌજુદ છે...

મહારાષ્ટ્રના નાસિકથી માત્ર 35 કિલોમીટર દૂર પ્રસિધ્ધ યાત્રાધામ ત્ર્યંબકેશ્વર આવેલુ છે. 12 જ્યોર્તિલીંગમાં ત્ર્યંબકેશ્વરનો સમાવેશ થાય છે. પુરાતન કાળના આ મંદિરની વિશેષતા એ છે કે, તેના શિવલીંગની નીચેથી ગોદાવરી નદી પ્રગટ થાય છે. કહેવાય છે કે, ગોદાવરી નદી ત્ર્યંબકેશ્વરનો જળાભિષેક કરે છે. 
alt
ત્ર્યંબકેશ્વર જ્યોર્તિલીંગનુ મહત્વ એ છે કે, તેમાં બ્રમ્હા, વિષ્ણુ અને શિવ..એમ ત્રણે દેવતાઓ એક જ સ્થાને મૌજુદ છે. આ જ્યોર્તિલીંગની અંદર ત્રણ-ત્રણ દેવતાઓ ત્રણ અલગ-અલગ લીંગ સ્વરૃપે સ્થાપિત થયા છે. ત્ર્યંબકેશ્વર એકમાત્ર મંદિર છે જ્યાં ત્રિદેવ એકસાથે બિરાજમાન છે. જેને કારણે ધાર્મિક દ્રષ્ટીએ પણ ત્ર્યંબકેશ્વરનો મહિમા અનેકગણો વધી જાય છે. 
alt
આકાશ આંબતા પર્વતોની હારમાળા વચ્ચે ત્ર્યંબકેશ્વરનું વિશાળ અને જાજરમાન મંદિર રત્નની જેમ ઝળકી ઉઠે છે. ચોમાસાની ઋતુ દરમિયાન અહીં વાતાવરણ અલભ્ય બની જાય છે. વરસાદને કારણે મંદિરની આજુબાજુના તમામ પર્વતો વચ્ચેથી નયનરમ્ય ઝરણા પડે છે. ઈશ્વરની સમીપ રહીને નૈસર્ગિક વાતાવરણની અનુભુતિ જીવનમાં એક વખત જરૃરથી કરવી જોઈએ.
alt
ત્ર્યંબકેશ્વર મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષામાં સ્પષ્ટ લખાયુ છે કે, હિન્દુ સિવાય અન્ય ધર્મના લોકોએ પ્રવેશ કરવો નહીં...ત્ર્યંબકેશ્વર જ્યોર્તિલીંગનું પરંપરાગત પૂજન-અર્ચન નિયમીત રીતે થાય છે. અહીંના પંડિતો પણ સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિમાં દ્રઢ વિશ્વાસ રાખનારા છે. આ તીર્થધામમાં જપ, તપ, યજ્ઞ, અભિષેક અને અન્ય ધાર્મિક કાર્યો કરવાથી તેનુ અનેકગણુ ફળ મળે છે. 

This message has been truncated.